Aapnu Gujarat
ગુજરાત

લીંબડી ખાતે “ગરીબોની બેલી સરકાર” કાર્યક્રમની ઉજવણી

ભરતસિંહ સોલંકી, સુરેન્દ્રનગર

આજે ભારતના વડાપ્રધાનશ્રી ના જન્મ દિવસની અનોખી રીતે સમગ્ર ગુજરાતમાં કરવામાં આવી રહી છે. એવામાં લીંબડીમાં પણ ગરીબોની બેલી સરકાર કાર્યક્રમ લીંબડીમાં આવેલ ફતેસિંહ જિનમાં યોજવામાં આવ્યો હતો .આ કાર્યક્રમ 300 બહેનોને ઉજજવલ યોજનામાં ગેસ કનેક્શન, ગંગા સ્વરૂપ (વિધવા) સહાય 30 બહેનો ને પેંશન સહાય, વય વંદના (વૃદ્ધ) માં 42 ભાઈ-બહેનો ને સહાય, તેમજ કોરોના કાળ દરમિયાન 100 ટકા રસીકરણ અભિયાન અંતર્ગત લીંબડી તાલુકા ના 32 ગામોના સરપંચ ને કોરોના વેકશીન રસીકરણ અભિયાન ના સન્માનપત્ર મહાનુભાવો ના હસ્તે અર્પણ કરી સન્માન કરવામાં આવેલ. આ કાર્યક્રમ માં પૂર્વ ચેરમેન શંકરલાલ દલવાડી, લીંબડી નગરપાલિકા પ્રમુખ બેલાબેન વ્યાસ, લીંબડી શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ શેઠ, લીંબડી શહેર ભાજપ ના પ્રભારી હીનાબેન પંડિયા, ઉધોગપતિ બાબુભાઇ જિનવાળા, રાજુભાઇ પટેલ તેમજ નગરપાલિકા ના તમામ સદસ્યો, આગેવાનો, કાર્યકરો, સાધુ સંતો, તથા આંગણવાડી બહેનો, લીંબડી તમામ સરકારી ઓફિસ સ્ટાફ, હેલ્થ વિભાગની ઉપસ્થિતમાં ઉજવણી કરવામાં આવી હતી.

Related posts

કરણેટ ગામનાં લોકોએ રેત માફિયા સામે હલ્લાબોલ કર્યું

editor

મહિલા સુરક્ષા દિવસની ઉજવણીની સાથે નર્મદા જિલ્લામાં  મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણીનો પ્રારંભ

aapnugujarat

આરોગ્ય વિભાગની વ્યાપક રેડ : દૂધનાં સેમ્પલો લેવાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1