Aapnu Gujarat
Uncategorized

ગાંધીનગરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનની ઉજવણી

ભારત દેશ ના ખૂબ લોકપ્રિય વડા પ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના જન્મ દિવસ નિમિતે શુભેચ્છા કાર્યક્રમ સેક્ટર ૧૪ ગાંધીનગર ખાતે ગુપ્તા સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રીઝ ની સામે યોજાઈ ગયો
આ કાર્યક્રમ મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધીનગર તથા વસાહત ફોરમ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો, આ કાર્યક્રમ માં શ્રી સુરેશ ભાઇ પટેલ વોર્ડ નંબર ૬ ઉપસ્થિત રહ્યા હતા અને શુભેચ્છા પાઠવી હતી.
આ કાર્યક્રમ માં શ્રી ડૉ ગુલાબચંદ પટેલ અધ્યક્ષ મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધી નગર દ્વારા અતિથિ ઓ નું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં કોર્પોરેશન ની ચૂંટણી માં કોર્પોરેટર તરીકે ઉમેદવારી નોંધાવનાર શ્રી મફત ભાઇ દેસાઇ સેક્ટર ૧૪, શ્રી ગૌરાંગ વ્યાસ સેક્ટર ૧૩,પ્રેમ લતા બેન મેહરીયા સેક્ટર ૧૩, ભાવના બા વિક્રમ સિંહ ગોલ વાવૉલ શ્રી નિલેશ ભાઇ મેહરીયા, શ્રી વિનોદ ભાઇ ઉદેચા, ભાવના બેન પાઠક, ભારતી બેન, શ્રીમતી મીના બહેન ગઢવી, શ્રીમતી ઉષા બેન ચૌહાણ, ઉપસ્થિત રહ્યા હતા
દિપ જ્યોતિ પરમ જ્યોતિ દિપ પ્રાક્ટવ્ય બાદ વંદે માતરમ્ રાષ્ટ્રીય ગીત સૌ એ સમૂહ માં પ્રસ્તુત કર્યું હતું, ત્યાર બાદ અતિથિઓ દ્વારા માવા ની કેક કાપી જન્મ દિવસ ની ઉજવણી કરી હતી અને આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ને જન્મ દિવસ નિમિતે શુભેચ્છા પાઠવી હતી
વસાહત ફોરમ ના પ્રમુખ શ્રી મહેન્દ્ર ભાઇ ચૌહાણ, ઉપપ્રમુખ શ્રી રાજીવ ગુપ્તા, સચિવ શ્રી ડૉ ગુલાબચંદ પટેલ, અને સંગઠન મંત્રી શ્રી કાંતિ ભાઇ પટેલ એડવોકેટ દ્વારા આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ને જન્મ દિવસ નિમિતે શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમ નું સંચાલન અધ્યક્ષ મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધી નગર ના ડૉ ગુલાબચંદ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ માં બાળકોને ચોપડા અને ચોકલેટ નું વિતરણ કરવામાં આવ્યું હતું

આ કાર્યક્રમ માં બહેનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો
આ કાર્યક્રમ માં સ્વદેશી રીતે જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી, માવા ની કેક કાપી દીવો સળગાવી જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.અંત માં આભાર દર્શન શ્રી કાંતિ ભાઇ પટેલ એડવોકેટ દ્વારા કરવામાં આવી હતી

Related posts

ભગતસિંહ ક્રાંતિદળ દ્વારા કલ્પસર પરી યોજનાનો તાત્કાલિક ધોરણે અમલ કરવાની માંગ સાથે આવેદન

editor

જુનાગઢ રેન્જ ડી.આઈ.જી. મનીન્દરસિંઘ પવારે જિલ્લાના અગ્રણી સાથે બેઠક યોજી

aapnugujarat

આદિવાસી રેપ પીડિતનાં ઘરે પહોંચી ભાજપ અનુ.જાતિ મોરચાની ટીમ

editor

Leave a Comment

UA-96247877-1