Aapnu Gujarat
National

ભારતના મહાન ક્રિકેટરની બાયોપિક બનશે

ક્રિકેટર સૌરવ ગાંગુલીના જીવન પર એક ફિલ્મ બનવા જઈ રહી છે. તેની બાયોપિકની જાહેરાત કરવામાં આવી છે. બાયોપિકની જાહેરાત થયા બાદથી ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે.સૌરવ ગાંગુલી દ્વારા ૯ સપ્ટેમ્બરના રોજ સો.મીડિયા દ્વારા આ વાત ની જાહેરાત કરી હતી. ફિલ્મમાં અભિનેતા સૌરવ ગાંગુલીની ભૂમિકા કોણ ભજવશે તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. પરંતુ ચાહકોએ સોશિયલ મીડિયા પર પોતાની ઈચ્છાઓ વ્યક્ત કરવાનું શરૂ કરી દીધું છે. તમે કયો અભિનેતા બાયોપિકમાં જોવા માંગો છો? આ બધાની વચ્ચે એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, સૌરવ ગાંગુલીએ એક શોમાં જણાવ્યું હતું કે તે તેની બાયોપિકમાં કયા અભિનેતાને જોવા માંગે છે. ઘણા વ્યક્તિત્વની બાયોપિક બાકી છે, જો તમારી બાયોપિક બનશે તો તમે કયો અભિનેતા તમારી ભૂમિકા નિભાવતા જોવા માંગો છો? આ સવાલ પર સૌરવે કહ્યું હતું- મને રિતિક રોશન ખૂબ ગમે છે.

Related posts

ભાજપના લોકો મને હિન્દુ ધર્મ શીખવાડી રહ્યા છે : મમતા બેનર્જી

editor

શ્રીનગરના નૌગામમાં ભાજપ નેતાના ઘરે આતંકી હુમલો

editor

અક્ષય કુમારની માતાનું નિધન, મુંબઈ વિલે પાર્લેમાં અંતિમવિધિ

editor

Leave a Comment

UA-96247877-1