Aapnu Gujarat
National

ભાજપના લોકો મને હિન્દુ ધર્મ શીખવાડી રહ્યા છે : મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ દ્વારા હિન્દુત્વના મુદ્દાને ઉછાળવામાં આવી રહ્યો છે. જેને ટક્કર આપવા માટે ટીએમસીના નેતા અને પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજી પણ હ્નિ્‌દુ કાર્ડ ઉતરી રહ્યા છે. મમતા બેનરજીએ ફરી હિન્દુત્વનો મુદ્દો ઉઠાવ્યો હતો. એક ચૂંટણી સભાને સંબોધતા તેમણે કહ્યુ હતુ કે, ભાજપના લોકો મને હિન્દુ ધર્મ શીખવાડી રહ્યા છે.હું બ્રાહ્મણની પુત્રી છું અને તમારા કરતા વધારે હિન્દુ ધર્મ જાણું છું. મારા માટે તમામ લોકો સમાન છે અને તમામ જાતિ અને ધર્મના લોકો સમાન છે.
તેમણે કહ્યુ હતુ કે, હું લોકો સાથે ભેદભાવ નથી કરતી.મારા માતા અને પિતાએ શિક્ષણ આપ્યુ છે કે, તમામ લોકોને સમાન ગણવા.
મમતા બેનરજીએ કહ્યુ હતુ કે, ભાજપના લોકો તમામને ચોર કહી રહ્યા છે પણ તેમના નેતા ડાકુઓના સરદાર છે.ભાજપ શું કરી રહી છે અને નોટબંધીના પૈસા ક્યાં ગયા, તમામ વસ્તુઓ વેચીને બંગાળને સોનાર બાંગ્લા બનાવવા નિકળ્યા છએ.સોનાર બાંગ્લા બરાબર બોલતા પણ આવડતુ નથી.
તેમણે પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યુ હતુ કે, આપવાની ક્ષમતા નથી અને પૈસા આપવાની વાત કરી રહ્યા છે.દાઢી રાખવાથી બધા રવિન્દ્રનાથ ટાગોર નથી થઈ જતા.
તેમણે જનતાને અપીલ કરતા કહ્યુ હતુ કે, મારી વચ્ચેના કેટલાક ગદ્દારો સીપીએમ અને કોંગ્રેસ સાથે હાથ મિલાવીને લઘુમતીઓના વોટમાં ભાગલા પાડવા માંગે છે.આ માટે તેમણે ભાજપ પાસેથી પૈસા લીધા છે.

Related posts

ડ્રોન માટે લાઈસન્સ અને તાલીમ વગર ઉપયોગ બનશે ગુનો

editor

મધર ડેરીએ દુધના ભાવમાં વધારો કર્યો

editor

ભારતમાં પણ શ્રીલંકા જેવી આર્થિક બદહાલીનો ડર! PM આવાસ પર ડોભાલ અને સચિવોની બેઠકમાં ઉઠ્યા સવાલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1