Aapnu Gujarat
Uncategorized

રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના સભ્ય અંજના પવારે અમદાવાદમાં સફાઈ કામદારોની સમસ્યાઓ વિશે ચર્ચા કરી

રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગ નવી દિલ્હીના સભ્યશ્રી અંજના પવારે આજે અમદાવાદમાં શાહીબાગ ખાતેના સર્કિટ હાઉસમાં વિવિધ સફાઇ કામદારોના આગેવાનો/સફાઇ કામદારોના કલ્યાણ ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ/યુનિયનોના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી. જેમાં આયોગના સદસ્યશ્રીએ સફાઇ કર્મચારીઓના પ્રશ્નોને વિગતવાર સાંભળી અને તમામ પ્રશ્નો અંગે સબંધિત ખાતાના અધિકારી સાથે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી હતી અને તેઓની સમસ્યા અંગે માર્ગદર્શન પૂરૂં પાડી આ પ્રશ્નોનું નિરાકરણ લાવવા સુચના આપી હતી. વધુમાં આયોગના સદસ્યશ્રીએ બોપલ વિસ્તારમાં તારીખ ૨૬/૦૮/૨૦૨૧ ના રોજ ગટરલાઇનનું કામ કરાવતા દરમ્યાન બનેલ બનાવમાં ૩ લોકોનું અવસાન થયેલ એ બાબતે મેન્યુઅલ સ્કેવેન્ઝર્સ એકટ મુજબ ભોગ બનનાર પરિવારને તાત્કાલિક મળવાપાત્ર સહાય આપવા તથા એટ્રોસીટી એક્ટની સહાય તથા સરકારશ્રી દ્વારા મળતી અન્ય સહાય તાત્કાલિક પરિવારને આપવામાં આવે તેવી સુચના આપી હતી.
સફાઇ કામગીરી સાથે જાેડાયેલા ૨૦ જેટલા વિવિધ યુનિયનો દ્વારા સફાઇ કામદારોને પડતી વિવિધ મુશ્કેલી અને વિવિધ પ્રશ્નોને આયોગના સદસ્યશ્રી અંજના પવારે સાંભળીને વહેલામાં વહેલી તકે આ પ્રશ્નોનું નિરાકરણ લાવવા નિર્દેશ આપ્યા હતા. સદસ્ય દ્વારા સફાઇ કામદારોને સફાઇકામ માટે જરૂરી સાધનો પુરા પાડવા, સફાઇ કર્મચારીઓની ભરતી કરવા, વારસદારોને નોકરી આપવા જેવી વિવિધ બાબતો વિશે ચર્ચા કરવામાં આવી હતી.આ મિટિંગમાં જિલ્લા કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારી, પ્રાદેશિક નગરપાલિકા કમિશ્નર, જિલ્લા પોલીસ વડા, અમદાવાદ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર તથા મહાનગરપાલિકાના સિનિયર અધિકારીઓ તેમજ ઔડાના સીઈઓ, ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમના એમ.ડી અને જિલ્લાના સિનિયર અધિકારીઓ મિટિંગમાં હાજર રહ્યાં હતા.

Related posts

તાજ ઉપર હુમલો થયો ત્યારે યુવરાજ ક્યાં ગયા હતાં ? : સ્મૃતિ ઈરાની

aapnugujarat

પાલીતાણામાં મોદીના નિવેદન બાદ ક્ષત્રિય-પટેલ સમાજમાં રોષ, માફી માંગવા ચીમકી આપી

aapnugujarat

લીંબડીમાં હિટ એન્ડ રન : યુવાનનું મોત

editor

Leave a Comment

UA-96247877-1