Aapnu Gujarat
Uncategorized

લીંબડીમાં હિટ એન્ડ રન : યુવાનનું મોત

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં હિટ એન્ડ રનનો કેસ સામે આવ્યો છે જેમાં ડમ્પર ચાલકે બાઈક પર સવાર પતિ – પત્નીને હડફેટે લીધા છે. મળતી માહિતી અનુસાર લીંબડી રાણા ચેમ્બર જુનાજીનપરા પાસે લીંબડી પાવર હાઉસ પાસે આવેલ બસેરા સોસાયટીમાં રહેતા શિયાણી ગામના કિશોર વેગડ તેમના પત્ની સાથે બાઈક પર કામ અર્થે અમદાવાદ જઈ રહ્યા હતા તે વેળા
એક ડમ્પર ચાલકે બેફામ ડ્રાઈવિંગ કરતાં આ દંપતિને ટક્કર મારી હતી જેમાં પત્નીની સામે જ પતિનું કરૂણ મોત નિપજ્યું છે. આ ગમખ્વાર અકસ્માતમાં બાઈકચાલક કિશોરભાઈના પત્ની દૂર ફેંકાઈ ગયા હતાં જેઓને સામાન્ય ઈજા થવા પામી હતી. અકસ્માતની જાણ ૧૦૮ ની ટીમ તથા લીંબડી પી.એસ.આઇ. એમ.કે. ઇસરાણી પોલીસ ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં અને વધુ તપાસ હાથ ધરી હતી તેમજ ડમ્પર ચાલકને પકડવા ચક્રો ગતિમાન કર્યાં હતાં.


(તસવીર / વિડિયો / અહેવાલ :- ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર)

Related posts

८९ विधानसभा सीटों के चुनाव के लिए प्रचार आज शाम से शांत

aapnugujarat

अब साऊदी किंग अगले हफ्ते बेटे को गद्दी सौंपेंगे

aapnugujarat

नई मुसीबत में फंस गए ट्रंप

editor

Leave a Comment

UA-96247877-1