Aapnu Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગરમાં ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

ભરતસિંહ પરમાર,સુરેન્દ્રનગર

માહિતી બ્‍યૂરો, સુરેન્‍દ્રનગર દ્વારા મળતી માહિતી મુજબ
સુરેન્‍દ્રનગર જિલ્લાના પ્રજાજનોનો તેમના પ્રશ્નો તથા ફરિયાદ સ્‍થાનિક કક્ષાએ હલ થાય તે માટે મુખ્‍યમંત્રીશ્રી તરફથી તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ “ફરિયાદ નિવારણ દિવસ” નું આયોજન કરવાનું નક્કી કરેલ છે. જે અંતર્ગત ચાલુ સપ્ટેમ્બર માસમાં તા.૨૨-૯-૨૦૨૧ ના રોજ દરેક તાલુકા કક્ષાનો અને તા.૨૩-૯-૨૦૨૧ ના રોજ જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાનાર છે.

આ ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત આગમી તા.૧૦-૯-૨૦૨૧ ના રોજ સાંજના ૬-૦૦ કલાક સુધીમાં તાલુકા કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટેના તાલુકા કક્ષાના પ્રશ્નો, ફરિયાદો, જે તે તાલુકાના મામલતદારશ્રીને પહોંચતા કરવા તથા જિલ્‍લા કક્ષાના પ્રશ્નો, ફરિયાદો સંબંધિત ખાતા વિભાગોની સંબંધકર્તા જિલ્લાકક્ષાની કચેરીના વડાને પહોંચતા કરવા સંબંધકર્તા લોકોને જણાવવામાં આવે છે. અરજીમાં મથાળે માન. મુખ્‍યમંત્રીશ્રીનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ લખવાનું રહેશે.

અરજદારે તેઓની અરજી/પ્રશ્નો બે નકલમાં મોકલવાના રહેશે. તારીખ વિત્યા પછીની કે અસંદિગ્‍ધ અને અસ્‍પષ્‍ટ રજુઆતવાળી એક કરતાં વધુ શાખાના પ્રશ્નો હોય તેવી, સુવાચ્‍ય ન હોય તેવી, નામ સરનામા વગરની કે વ્‍યક્તિગત આક્ષેપોવાળી તેમજ અરજદારનું હિત સંકળાયેલ ન હોય તેવી તથા કોર્ટ મેટર, આંતરિક તકરાર, સેવાને લગતી અરજી પર કોઈ કાર્યવાહી થઈ શકશે નહીં. સરકારી કર્મચારીઓની સેવા વિષયક બાબતને લગતા પ્રશ્નો અને કોર્ટ મેટર કે અપીલ/વિવાદ હેઠળના પ્રશ્નોનો કે બેન્કિંગ અંગેના પ્રશ્નો કે ભૂકંપને લગતા પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવશે નહીં. જેની અરજદારોને નોંધ લેવા નિવાસી અધિક કલેકટરશ્રીની એક યાદીમાં જણાવાયું છે.

Related posts

વિજાપુરના હિરપુરા ખાતે ચેક ડેમ બેરેજનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે ખાત મુહૂર્ત

editor

ચૈત્રી પૂનમ ના પર્વને લઇ પાટણ-બહુચરાજીના માર્ગો પદયાત્રિકોથી ધમધમી ઉઠ્યા, માતાજીની માંડવીઓ અને રથ સાથે સંઘોએ પ્રસ્થાન કર્યુ

aapnugujarat

ડભોઈ ભાજપના ૩૨ વર્ષ જૂના કાર્યકર્તાના દીકરાએ ભાજપા સાથે છેડો ફાડી સીમળીયા જિલ્લા પંચાયતમાં નોધાવી અપક્ષ દાવેદારી…

editor

Leave a Comment

UA-96247877-1