Aapnu Gujarat
ગુજરાત

ચૈત્રી પૂનમ ના પર્વને લઇ પાટણ-બહુચરાજીના માર્ગો પદયાત્રિકોથી ધમધમી ઉઠ્યા, માતાજીની માંડવીઓ અને રથ સાથે સંઘોએ પ્રસ્થાન કર્યુ

ચૈત્રી પૂનમ ના પવિત્ર પર્વ ને લઇ બહુચરાજી ખાતે માઁ બહુચર ના સ્થાનકે જવા આજે શુક્રવારે વહેલી સવાર થી જ પાટણ શહેર માં થી વિવિધ વિસ્તાર માં થી માતાજી ની માંડવી ઓ અને રથ સાથે ભક્તિ સંગીત ના તાલે પદ યાત્રા સંઘો “બોલ મારી બહુચર”ના જય જયકાર ના નારા સાથે પ્રસ્થાન થયા હતા. શહેર ના ઝીણીપોળ, કસારવાડો, ભઠ્ઠીનોમાઢ, દ્વારકાધીશ મિત્ર મંડળ, છીડિયા સહીત વિસ્તાર માં થી મોટી સંખ્યા માં ભાવિક ભક્તો પદ યાત્રા સંઘ માં જોડાયા હતા.

પદ યાત્રિકો ના ધમધમાટ થી સમ્રગ વાતાવરણ ધર્મમય બન્યું હતું. અબાલ વૃદ્ધ સૌ કોઇ એ માતાજી ની માંડવી સાથે સંગીત ના તાલે ઝૂમતા ઝૂમતા પાટણ થી બહુચરાજી તરફ પ્રયાણ કર્યું હતું. સેવા ભાવી કાર્યકરો દ્વારા પદ યાત્રી ઓ ને માર્ગ માં કોઇ પ્રકાર ની મુશ્કેલી ઓ ઉભી ના થાય તે માટે સેવા કેમ્પો ઉભા કરી પદ યાત્રી ઓ ની સેવા માં કાર્યરત બન્યા હતા. ચૈત્રી પૂનમે માઁ બહુચર ના દર્શન સાથે પોતા ની બાધા માનતા પૂર્ણ કરી ભાવિકો ધન્ય બનશે.

Related posts

રાજપીપળાની વિદ્યાર્થીનીને અભયમ હેલ્પ લાઈને ઘરે પહોંચાડી

aapnugujarat

ગુજરાત : વર્તમાન ધારાસભ્યો પૈકી અનેકની ટિકિટ કપાય તેવી શક્યતા

aapnugujarat

લીંબડી સેવા સદન ખાતે સંકલન સમિતિ ની બેઠક યોજાઈ

editor

Leave a Comment

UA-96247877-1