Aapnu Gujarat
ગુજરાત

ગુજરાત : વર્તમાન ધારાસભ્યો પૈકી અનેકની ટિકિટ કપાય તેવી શક્યતા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે રણશિંગુ ફુકાઇ ગયા બાદ હવે તમામની નજર ઉમેદવારોની પસંદગીને લઇને કેન્દ્રિત થઇ ગઇ છે. ભાજપમાં ઉમેદવારોની યાદીને લઇને ભારે સસ્પેન્સની સ્થિતિ પ્રવર્તી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહ આ વખતે પણ આક્રમક રણનિતી તૈયાર કરવામાં વ્યસ્ત છે. ઘણા વર્તમાન ધારાસભ્યો માની રહ્યા છે કે મોદી અને અમિત શાહ શાસન વિરોધી પરિબળોને રોકવા માટે તેમની વર્તમાન ધારાસભ્યોને ટિકિટ નહી આપવાની ફોર્મ્યુલાને ફરી એકવાર અજમાવશે. જો કે કેટલાક એમ પણ માની રહ્યા છે કે હવે સંજોગો જુદા પ્રકારના બેસી રહ્યા છે. મોદી અને શાહ પોતાની જુની અને સફળ ફોર્મ્યુલા ફરી એકવાર અજમાવી શકે છે. જો કે, રાજ્યના નવા રાજકીય સમીકરણની સ્થિતિ વચ્ચે નવી રણનીતિ ઉપર પણ વિચારણા કરવામાં આવ શકે છે. એકબાજુ પાટીદાર નેતા હાર્દિક પટેલ, ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર અને દલિત નેતા જિગ્નેશ મેવાની કોંગ્રેસ સાથે દેખાઇ રહ્યા છે. આવી સ્થિતીમાં આ અસંતુષ્ટ લોકો ભાજપની સામે નવા પડકારો ઉભા કરી રહ્યા છે. નવા ઉભા થઇ રહેલા પડકારો વચ્ચે ભાજપ કેટલીક બેઠકો પર નવા ઉમેદવારોને મેદાનમાં ઉતારે તેવી શક્યતા છે. મોદીએ પહેલા પણ આ ફોર્મ્યુલાને સફળ રીતે અમલી કરી છે. વર્ષ ૨૦૦૭ની ચૂંટણીમાં મોદીએ ૪૭ વર્તમાન ધારાસભ્યોને ટિકિટ આપી ન હતી. જો કે વર્ષ ૨૦૧૨માં રણનિતીમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૧૨માં વિધાનસભાની ચૂંટણીમા મોદીએ આ સંખ્યા ઘટાડીને ૩૦ કરી હતી. એ વખતે કેશુાઇ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટીએ ભાજપની સામે કેટલાક પડકારો ઉભા કર્યા હતા. આવી જ રીતે વર્ષ ૨૦૦૨માં ચૂંટણીમાં મુખ્યપ્રધાન તરીકે પ્રથમ વખત રહેલા મોદીના નેતૃત્વમાં ભાજપે ૧૨૧ ધારાસભ્યો પૈકી ૧૮ને પડતા મુકી દીધા હતા. આ વખતે કેશુબાઇ પટેલ કોઇ ખતરા તરીકે નથી. જો કે આના કરતા વધારે તકલીફ દેખાઇ રહી છે. હાર્દિક પટેલના નેતૃત્વમાં પાટીદારો દ્વારા આ વખતે વધારે મોટા પડકારો ઉભા કરવામાં આવ્યા છે. હાર્દિક પટેલ કેશુભાઇ જેટલુ મોટુ કદ ધરાવતા નથી પરંતુ પ્રથમ વખત પાટીદારો અનામતને લઇને આટલી હદ સુધી નારાજ થયા છે. બીજી બાજુ કોંગ્રેસે પહેલાથી જ જાહેરાત કરી છે કે તે તમામ વર્તમાન ધારાસભ્યોને ટિકિટ આપનાર છે. હાર્દિક પટેલન સાથે વાતચીત કરવામાં આવ્યા બાદ કોંગ્રેસ પાર્ટી ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે.

Related posts

બનાસકાંઠાના લાખણી – ગેળા રોડ પર ગમખ્વાર અકસ્માત : ત્રણનાં મોત

aapnugujarat

AHMEDABAD : ઈસ્કોન બ્રિજ પર યુવકે જેગુઆર ગાડીને લોકોનાં ટોળા પર ચલાવી, 9ના મોત

aapnugujarat

વસ્ત્રાપુર ગ્વાલિયા સ્વીટ્‌સના બે કર્મચારીઓ કોરોના સંક્રમિત થતા દુકાન સીલ કરાઈ

editor

Leave a Comment

UA-96247877-1