Aapnu Gujarat
બિઝનેસ

૫૦ શહેરમાં ૬૦ ટકાથી વધુ હાઉસિંગ પ્રોજેક્ટો અટવાયા

૫૦થી વધુ શહેરોમાં ઓછામાં ઓછા ૬૨ ટકાથી વધારે હાઉસિંગ પ્રોજેક્ટ અટવાઇ પડ્યા છે. ૬૨ ટકા અર્ધનિર્મિત આવાસ યોજના અટકી જવા માટે કેટલાક કારણો રહેલા છે. આવી જ રીતે ફ્લેટ્‌સ અને એપોર્ટમેન્ટન ટકાવારી થોડક વધારે એટલે કે ૬૪ ટકા છે. આ આંકડા રિયલ એસ્ટેટ રિસર્ચ ફર્મ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં સપાટી પર આવ્યા છે. ફ્લેટ ખરીદારોના હિતોના સંરક્ષણ માટે કામ કરનાર સંસ્થા ફાઇટ ફોર રેરાને રિસર્ચ કંપની લાઇસેન્સ ફોરસ દ્વારા એકત્રિત કરવામાં આવેલા આકડા હાથ લાગી ગયા છે. આના કહેવા મુજબ આશરે ૩૦ ટકા અંડર કન્સ્ટ્રકશન એપોર્ટમેન્ટ તો બે વર્ષ અથવા તો વધારે સમયથ અટવાઇ પડ્યા છે. ફાઇટ ફોર રેરાના પ્રમુખ અભય ઉપાધ્યાયે કહ્યુ છે કે બે અથવા તો વધારે વર્ષોથી અટવાઇ પડેલા ફ્લેટ અને ઘરમાં મોટી સંખ્યા એની છે જેમાં ચાર પાંચ વર્ષથી કામ ચાલી રહ્યા છે. નવા પ્રોજેક્ટમાં વિલંબ ન થાય તેની ખાતરી કરવા માટે રેરા દ્વારા પ્રયાસ કરવામાં આવે છે. કેન્દ્ર સરકારે હાલમાં મુંબઇ હાઇકોર્ટમાં કહ્યુ હતુ કે એકલા મહારાષ્ટ્રમાં ૫.૩ લાખ નિર્માણ હેઠળના પ્રોજેક્ટ અટવાયા છે. આમાંથી ૨૦ ટકા કરતા વધારે પ્રોેજેક્ટને પૂર્ણ થવામાંપૂર્ણ થવામા ત્રણ વર્ષથી વધારે સમય લાગી શકે છે. કોર્ટે પણ આવાસ અને શહેરી વિકાસ મંત્રાલયને આન પાકી માહિતી આપવા માટે પેન્ડિગ રહેલી યોજનાની વાસ્તવિક સંખ્યા આપવા માટે આદેશ કર્યો છે. ૫૦ ટકા શહેરોમાં અટવાયેલા પ્રોેજેક્ટના સંબંધમાં કારણો અંગે માહિતી આપવામાં આવી નથી. હાલમાં કરવામાં આવેલા સર્વેમાં હાઉસિંગ પ્રોજેક્ટો અટવાઈ પડ્યા હોવાની વિગત સપાટી પર આવી છે.

Related posts

આઈસીઆઈસીઆઈ બેંક કટોકટીને લઇને બેંકિંગ કર્મચારીઓમાં દહેશત

aapnugujarat

સેન્સેક્સમાં ૧૮૧ પોઈન્ટનો ઘટાડો

aapnugujarat

કૃષિ સેક્ટર ગ્રોથ ઘટી ૨.૧ ટકા થઇ શકે છે : અહેવાલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1