Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સેન્સેક્સમાં ૧૮૧ પોઈન્ટનો ઘટાડો

શેરબજારમાં આજે ફરી એકવાર મંદીનું મોજુ ફરી વળ્યું હતું. શેરબજારમાં મંદી અવિરતપણે આગળ વધી રહી છે. આજે ઈન્ડસઈન્ડ બેન્ક, યસ બેન્ક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને એશિયન પેઈન્ટ જેવા બ્લુચીપના શેરમાં તીવ્ર કડાકો બોલી જતા બેચમાર્ક ઈન્ડેક્ષમાં મંદી રહી હતી. કારોબારના અંતે સેન્સેક્સ ૧૮૧ પોઈન્ટ ઘટીને ૩૪૧૩૪ની નીચી સપાટીએ રહ્યો હતો. જ્યારે બ્રોડર નિફ્ટી ઈન્ડેક્સ ૫૮ પોઈન્ટ ઘટીને ૧૦૨૪૫ની નીચી સપાટીએ રહ્યો હતો.
સેકટરલ ઈન્ડેક્સમાં નિફ્ટી બેન્ક ઈન્ડેક્સમાં ફ્લેટ સ્થિતિ રહી હતી. જ્યારે આઈસીઆઈસીઆઈ બેન્કના શેરમાં ૪ ટકાનો ઉછાળો રહ્યો હતો. ઈન્ડસઇન્ડ બેન્કના શેરમાં ૭ ટકાનો ઘટાડો રહ્યો હતો. આરઆઈએલના શેરમાં ૩.૫ ટકાનો ઘટાડો રહ્યો હતો. એશિયન પેઈન્ટના શેરમાં ૩.૧ ટકાનો ઘટાડો રહ્યો હતો. ડીવાન હાઉસીંગ ફાઈનાન્સ કોર્પોરેશનના શેરમાં ૧૧.૧ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. એશિયન શેરબજારમાં પણ આજે અફરાતફરી જોવા મળી હતી.
શાંઘાઈના બ્લુચીપના શેરમાં ૪.૮ ટકાનો ઉછાળો રહ્યો હતો જે ત્રણ વર્ષના ગાળામાં દરરોજના આધાર ઉપર સૌથી મોટો ઉછાળો છે. જાપાનના નિકીમાં પણ ૦.૪ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. શુક્રવારના દિવસે સેંસેક્સ ૪૧૭ પોઇન્ટ ઘટીને ૩૪૩૧૫ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૧૬૮ પોઇન્ટ ઘટીને ૧૦૩૦૩ની સપાટીએ રહ્યો હતો. શુક્રવારના દિવસે ઇક્વિટી મૂડીરોકાણકારોની ૧.૬૦ લાખ કરોડ રૂપિયાની સંપત્તિ જતી રહી હતી. નોન બેંકિંગ ફાઈનાન્સિયલ કંપનીઓમાં લિક્વિડીટીની કટોકટીથી રોકાણકારો હચમચી ઉઠ્યા છે.
આ મુદ્દાને હાથ ધરવા માટે સરકાર અને આરબીઆઈ તરફથી જુદા જુદા પગલા લેવામાં આવ્યા હોવા છતાં નોન બેંકિંગ ફાઈનાન્સિયલ કંપનીઓમાં કટોકટીને લઇને ચિંતા દૂર થઇ રહી નથી. આઈએલએન્ડએફએસની કટોકટી બાદ હવે એનબીએફસીમાં નવી કટોકટી ઉભી થઇ છે જેથી વેચવાલીનું વાતાવરણ રહ્યું છે. આરબીઆઈ દ્વારા લિક્વિડીટી ઠાલવવાના પ્રયાસ કરાઈ રહ્યા છે પરંતુ મૂડીરોકાણકારોનો વિશ્વાસ પુનઃ સ્થાપિત કરવાની બાબત સરળ દેખાઈ રહી નથી. ઓક્ટોબર સિરિઝના ફ્યુચર એન્ડ ઓપ્શનની ગુરુવારના દિવસે પૂર્ણાહૂતિ થશે.
શુક્રવારે ડોલર સામે રૂપિયો ૨૯ પૈસા મજબૂત થઇને ૭૩.૩૨ની સપાટીએ રહ્યો હતો. નિકાસકારો અને ફોરેન ફંડ પ્રવાહ દ્વારા અમેરિકી ડોલરનું વેચાણ કરવામાં આવ્યું હતું.  ક્રૂડ ઓઇલની વધતી જતી કિંમતો ભારત માટે પડકારરુપ બની ગઈ છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત ૪૯ સેન્ટ વધીને ૭૯.૭૮ પ્રતિબેરલ સુધી પહોંચી ગઈ છે.
આરબીઆઈના અંદાજ મુજબ દરેક ૧૦ ડોલર પ્રતિબેરલનો વધારો દેશના જીડીપી ગ્રોથમાં ૦.૧૫ ટકા સુધી અસર કરે છે. બીજી બાજુ કમાણીની સિઝન જોરદારરીતે ચાલી રહી છે. આઈટીસી, એશિયન પેઇન્ટ્‌સ, અદાણી પોર્ટ, અંબુજા સિમેન્ટ, કોટક મહિન્દ્રા, યશબેંક, મારુતિ, વિપ્રો, બજાજ ઓટો, બજાજ ફાઈનાન્સ દ્વારા પરિણામો જારી કરાશે. આ સપ્તાહ દરમિયાન સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળાના આંકડા તેમના દ્વારા જારી કરાશે.

Related posts

हम पत्थरबाज नहीं लेकिन सरकार हमारी हत्या कराना चाहती है : फारूक अब्दुल्ला

aapnugujarat

म्यूचुअल फंड कंपनियों के लिए अच्छा रहा 2019

aapnugujarat

ફુગાવો ઓલટાઇમ હાઈ અને રીટેલ છ માસની ટોચે

editor

Leave a Comment

UA-96247877-1