Aapnu Gujarat
બિઝનેસ

ફુગાવો ઓલટાઇમ હાઈ અને રીટેલ છ માસની ટોચે

કોરોના મહામારી અને લોકડાઉનના કારણે દેશમાં કરોડો લોકોએ રોજગાર ગુમાવ્યા છે. તો લાખો લોકોની આવક પર પ્રતિકૂળ અસર થવા પામી છે. બીજી તરફ સંક્રમણની બીજી લહેરમાં મોંઘવારીમાં તોતીંગ વધારો થતા લોકોને જીવનનિર્વાહ કરવું અઘરૂ બની જવા પામ્યું છે. વિતેલા મે માસ દરમિયાન જથ્થાબંધ ફૂગાવો વધીને ૧૨.૯૪ ટકાની ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચી ગયો છે. જ્યારે રીટેલ ફૂગાવો વધીને ૬.૩ ટકાની છ માસની ટોચે પહોંચી ગયો છે. દેશમાં ઈંધણના ભાવમાં સતત એક ધારો વધારો થવાના કારણે સંખ્યાબંધ ચીજવસ્તુઓ અને અનેક સેવાઓ મોંઘીદાટ બની છે. જેના કારણે સામાન્ય પ્રજાના બજેટ ખોરવાઈ ગયા છે. પ્રવર્તમાન સ્થિતિમાં ઈંધણના ભાવ અને ફુગાવાએ ઊંચી સપાટી હાંસલ કરવા દોટ મૂકી છે. આ વિપરીત પરિસ્થિતિ વેળા સરકાર પોતાની તિજાેરી ભરવામાં મશગુલ બની છે, તો બીજી તરફ પ્રજા મોંઘવારીના મારથી સતત પીસાઈ રહી છે.આર્થિક નિષ્ણાંતોના જણાવ્યા મુજબ રિટેલ ફૂગાવો એપ્રિલમાં ૪.૨૩ ટકા હતો તે મે માસમાં વધીને ૬.૩ ટકાની છ માસની ઊંચી સપાટીએ પહોંચ્યો છે. તે માત્ર ને માત્ર ક્રૂડ અને ઈંધણના ભાવ વધારાને આધિન છે. દેશમાં છેલ્લા કેટલાક સપ્તાહોથી ડીઝલ અને પેટ્રોલના રીટેલ ભાવમાં એક ધારો વધારો થતા અનેક કોમોડિટીઝની એટલે કે ફૂડ આઇટમ્સ સહિત કન્ઝયુમર વપરાશી અને આવશ્યક ચીજવસ્તુઓની કિંમતમાં મોટાપાયે વધારો થયો છે. ઈંધણમાં થયેલા વધારાના કારણે ફૂડ ઇન્ફલેશન જે એપ્રિલમાં ૧.૯૬ ટકા હતું તે મે માસમાં વધીને પાંચ ટકા પર પહોંચી ગયું છે. આ આંકડા સૂચવે છે કે અન્નનો ફૂગાવો ફકત એક મહિનામાં અઢી ગણો થઈ ગયો છે.આમ, ફૂગાવામાં સતત વધારો એ નીતિ નિર્ણાયકો માટે નવેસરથી ઉદભવેલ પડકાર સમાન બાબત બની છે. એક તરફ આર્થિક વૃધ્ધિ ખોટકાયેલી છે. તો બીજી તરફ ફૂગાવાનો ભોરિંગ માથુ ઊંચકી રહ્યો છે. પ્રવર્તમાન પરિબળોને જાેતા આર્થિક નિષ્ણાંતોનું માનવું છે કે જૂન માસમાં પણ જથ્થાબંધ ફૂગાવો વધશે. જેની પાછળ રીટેલ ફૂગાવામાં પણ વધારો થશે.
ક્રૂડની ઊછળકૂદને જાેતા આગામી ત્રણથી ચાર માસ સુધી ફૂગાવો ઘટીને એક આંકડામાં આવે તેવી શક્યતા ઓછી છે.વૈશ્વિક બજારમાં પણ ક્રૂડમાં તેજીની ચાલ આગળ વધી રહી છે. વૈશ્વિક સ્તરે માંગમાં વધારો થતા ગત સપ્તાહે ક્રુડે બેરલ દીઠ ૭૩ ડોલરની સપાટી કુદાવી દીધી હતી. જે છેલ્લા ૨૭ માસની ઊંચી સપાટી છે. છેલ્લા એક માસમાં ક્રૂડના ભાવમાં ૭.૩ ટકાનો અને છેલ્લા એક વર્ષમાં ક્રૂડની કિંમતમાં ૪૨ ટકાનો વધારો નોંધાયો છે. તેમાંથી વળી છેલ્લા આઠ માસમાં ક્રૂડના ભાવ ઝડપથી વધ્યા છે.જાણકારોના જણાવ્યા મુજબ વૈશ્વિક સ્તરે કોવિડનો પ્રકોપ ઘટવા સાથે અનલોક પ્રક્રિયા દરમિયાન આર્થિક ગતિવિધીઓ વધતા અમેરિકા, યુરોપ તેમજ એશિયાઈ દેશોની ક્રૂડની માંગમાં વધારો થયો છે. તેલ ઊત્પાદક દેશો પણ ભાવ ઊંચા રહે તે આશયથી ઉત્પાદન વધારતા નથી. તો બીજી તરફ સટ્ટાના કારણે પણ ક્રૂડના ભાવને વેગ સાંપડયો છે. આમ, આ બધી ગતિવિધીઓ જાેતા આગામી સમયમાં ક્રૂડના ભાવ વધીને ૮૦ ડોલરની સપાટી કુદાવી જાય તેવી સંભાવના છે.આમ, આ બધી ગતિવિધીઓ જાેતા આગામી સમયમાં દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટવાની કોઇ જ શક્યતા નથી. ભારતમાં વેરાના ઊંચા ભારણના કારણે તેના ભાવ નીચે ઊતરવાની ગણતરી કરાય તેમ નથી. ભારતમાં ઓઇલ રિફાઇનરી કંપનીઓની મૂળ કિંમત પર ટેક્સના કારણે પેટ્રોલ પર ૧૬૦ ટકા અને ડીઝલ પર ૧૨૮ ટકા ટેક્સ વસુલાય છે. આ ટેક્સ કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા વસુલાય છે. જાે સરકાર ટેક્સ ઘટાડે તો જ પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે. પરંતુ, સરકાર તેમાં ઘટાડો કરવાના મુડમાં જ નથી. અને પોતાની તિજાેરી ભરવામાં મશગુલ બની છે. આ બાબતે બૂમરાણ ન થાય તે માટે સરકારે કોરોનાનું બહાનું આગળ ધરી દીધું છે. આમ, સરકારે આ મુદ્દે ઊહાપોહ ન થાય તે માટેની છટકબારી શોધી નાંખી છે. આમ, સરકાર પોતાની તિજાેરી ભરવામાં મશગુલ છે. અને પ્રજા મોંઘવારીના મારથી પીડાઈ રહી છે.રિઝર્વ બેંક દ્વારા રીટેલ ફૂગાવા માટે છ ટકાનું લક્ષ્ય રખાયું હતું. પરંતુ, ફૂગાવો આ સપાટી કુદાવી ગયો છે. એનાલિસ્ટો અને રેટિંગ એજન્સીઓ દ્વારા ૫.૩ ટકાનો અંદાજ મુકાયો હતો. પણ વાસ્તવિક આંકડો ઊંચો જાહેર થયો છે.ફૂગાવા / મોંઘવારી પર હાથ ધરાયેલ એક અભ્યાસના તારણ મુજબ આગામી છ માસ સુધી લોકોની આવક પર પ્રતિકૂળ અસર છવાયેલી રહેશે. દેશના ટીયર વન, ટુ, થ્રી અને ફોરના શહેરોમાં વસતા લોકો પર હાથ ધરાયેલા આ સર્વેમાં ૫૦ ટકાથી વધુ લોકોએ કોરોના / લોકડાઉનના કારણે તેમની આવક પર ફટકો પડતા તેઓ આગામી સમયમાં ખર્ચ પર અંકુશ રાખશે. તો બીજી તરફ ૮૩ ટકા લોકોએ તેમની આવક અથવા તો રોજગાર પર મોટું જાેખમ ઉભું થયું છે તેમ જણાવ્યું હતું. ૫૮ ટકા લોકોએ આગામી છ માસ સુધી તેમની આવક સંદર્ભે અનિશ્ચિતતા રહેશે તેમ જણાવ્યું હતું.

Related posts

ટેક્સટાઇલના સેક્ટરને વધારે રાહતો મળશે : સ્મૃતિનો સંકેત

aapnugujarat

જીએસટી રિફંડના રૂ. ૧૨,૭૦૦ કરોડના દાવા મંજૂર કરાયા

aapnugujarat

સેંસેક્સ રેકોર્ડ ૩૭૪૯૪ની સપાટીએ

aapnugujarat

Leave a Comment

URL