Aapnu Gujarat
બિઝનેસ

આઈસીઆઈસીઆઈ બેંક કટોકટીને લઇને બેંકિંગ કર્મચારીઓમાં દહેશત

આઈસીઆઈસીઆઈ બેંકને લઇને પ્રવર્તી રહેલી કટોકટીની અસર પણ જોવા મળનાર છે. આ કટોકટીના કારણે આઈસીઆઈસીઆઈ બેંકના ક્ષેત્રમાં રહેલા લોકો ચિંતાતુર દેખાઈ રહ્યા છે. આઈસીઆઈસીઆઈ બેંકના અધિકારીઓની સીબીઆઈ દ્વારા હાલમાં જ પૂછપરછ કરવામાં આવી ચુકી છે. વર્ષ ૨૦૧૨માં વિડિયોકોન ગ્રુપને આપવામાં આવેલી ૩૨૫૦ કરોડની બેંકની લોનમાં કોઇ અધિકારીઓની સીધી સંડોવણી છે કે કેમ તેને લઇને પ્રાથમિક પુછપરછ ચાલી રહી છે. આના ભાગરુપે અધિકારીઓની પુછપરછ કરવામાં આવી છે. આ સપ્તાહમાં જારી કરવામાં આવેલા મિડિયા રિપોર્ટમાં આક્ષેપ કરાયો છે કે, વિડિયોકોન ગ્રુપના ચેરમેન વેણુગોપાલ ધુતે આઈસીઆઈસીઆઈ બેંકના સીઈઓ ચંદા કોચરના પતિ દિપક કોચરની માલિકીની કંપની એનયુ પાવરમાં ૬૪ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. વિડિયોકોને આઈસીઆઈસીઆઈ બેંક સહિત બેંકોના કન્સોર્ટિયમ પાસેથી લોન મેળવી લીધા બાદ આ કંપનીમાં ૬૪ કરોડ રૂપિયા અથવા તો ૯.૮૩ મિલિયન ડોલરનું રોકાણ ધૂત દ્વારા કરવામાં આવ્યું હતું. આઈસીઆઈસીઆઈ બેંકની કટોકટીને લઇને આ કંપનીમાં કામ કરતા કર્મચારીઓ હાલમાં ચિંતાતુર દેખાઈ રહ્યા છે. પંજાબ નેશનલ બેંક કૌભાંડ બાદથી બેંકિંગ ક્ષેત્રમાં મોટાભાગના શેરમાં ભારે અફડાતફડી જોવા મળી રહી છે. આઈસીઆઈસીઆઈ બેંકને લઇને મિડિયા અહેવાલો બાદ તમામ કોર્પોરેટ કંપનીઓમાં આની ચર્ચા છે.

Related posts

મુકેશ અંબાણીની રિલાયન્સ કંપની સાઉદી અરામકો સાથેના સોદાને આખરી ઓપ આપવા જઇ રહી છે

editor

મુકેશ અંબાણીએ ચીનની શીન કંપની સાથે લાઈસન્સ એગ્રીમેન્ટ સાઈન કર્યાં

aapnugujarat

વિશ્વ બેંકે ભારતને માની સૌથી ઝડપી વધતી અર્થવ્યવસ્થા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1