Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

દેશમાં સ્વાઈન ફ્લુ કેસોની સંખ્યામાં ૨૦ ગણો વધારો

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા સ્વાઈન ફ્લુના કેસોને લઇને ચોંકાવનારા આંકડા જારી કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૧૭માં સ્વાઈન ફ્લુના કેસોમાં ૨૦ ગણો વધારો નોંધાયો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના આઈડીપીએસ હેઠળ જારી કરવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ૨૦૧૦થી ઓક્ટોબર ૨૦૧૭ વચ્ચના ગાળામાં સ્વાઈન ફ્લુના કારણે ૮૫૪૩ લોકોના મોત થઇ ચુક્યા છે. વધુ મહત્વપૂર્મ બાબત એ છે કે, આ વર્ષે દેશભરમાં કેસોની સંખ્યા ગયા વર્ષની સરખામણીમાં ૨૦ ગણી વધી ગઇ છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, દર વર્ષે નોંધાયેલા આંકડાની વાત કરવામાં આવે તો છેલ્લા સાત વર્ષના ગાળામાં સ્વાઇન ફ્લુ અથવા તો એચ૧એન૧ દ્વારા અસરગ્રસ્ત લોકોની સંખ્યા ૧.૧૪ લાખ સુધી પહોંચી ગઈ છે. ડેટા મુજબ સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યમાં મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં કેસોની સંખ્યા ૨૩૮૧૨ અને મોતની સંખ્યા ૭૧૬ રહી છે. આવી જ રીતે ગુજરાતમાં ૧૮૨૦૬ કેસો સ્વાઈન ફ્લુના નોંધાયા છે જ્યારે સ્વાઈન ફ્લુથ મોતનો આંકડો ૨૩૫ નોંધાયો છે. સિક્કિમ અને લક્ષ્યદ્વીપમાં પણ સ્વાઈન ફ્લુની કોઇ અસર નોંધાઈ નથી. છેલ્લા સાત વર્ષના ગાળામાં સિક્કિમ અને લક્ષ્યદ્વીપમાં સ્વાઈન ફલુના કાઇ કેસ નોંધાયા હતા. ૨૦૧૭માં ચાર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ અને સિક્કિમ અને લક્ષ્યદ્વીપમાં સ્વાઈન ફ્લુના એક પણ કેસ નોંધાયા નથી. એકંદરે કેસોની સંખ્યા આ વર્ષે ૨૦ ગણી વધી ગઇ છે. વર્ષ ૨૦૧૫માં સ્વાઈન ફ્લુના કેસોની સંખ્યા ઉલ્લેખની રહી હતી. વર્ષ ૨૦૧૫માં સ્વાઈન ફ્લુના લીધે ૪૨૫૯૨ લોકો અસરગ્રસ્ત થયા હતા. અરુણાચલ પ્રદેશમાં પણ સ્વાઈન ફ્લુના કારણે છેલ્લા સાત વર્ષમાં એક પણ કેસ નોંધાયો નથી. જો કે, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સ્વાઈન ફ્લુના કારણે લોકોમાં વ્યાપક દહેશત રહી છે. વર્ષ ૨૦૧૭માં આ બંને રાજ્યો સૌથી વધુ અસરગ્રસ્ત રહ્યા છે. ૨૦૧૭માં ગુજરાતમાં ૪૩૧ના મોત નોંધાતા ખળભળાટ મચી ગયો છે. જ્યારે મહારાષ્ટ્રમાં મોતનો આંકડો ૭૧૬ નોંધાયો છે. નવા આંકડા ઓક્ટોબર મહિના સુધીના છે. ગુજરાતમાં સ્વાઈન ફ્લુને રોકવા માટે શ્રેણીબદ્ધ પગલા લેવામાં આવ્યા હતા છતાં પણ સ્વાઈન ફ્લુના કેસોની સંખ્યામાં ઝડપથી વધારો નોંધાયો હતો.

Related posts

जयललिता पर करोड़ों के गिफ्ट लेने का था आरोप, HC के फैसले में दखलअंदाजी से SC का इनकार

aapnugujarat

मुलायम सिंह यादव को अब सस्ती कार देगी यूपी सरकार

aapnugujarat

वैष्णो देवी और बांके बिहार मंदिर भी बंद

editor

Leave a Comment

UA-96247877-1