Aapnu Gujarat
ગુજરાત

વિજાપુરના હિરપુરા ખાતે ચેક ડેમ બેરેજનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે ખાત મુહૂર્ત

મહેશ આસોડિયા, વિજાપુર

વિજાપુર તાલુકાના હિરપુરા ગામે આવેલ સાબરમતી નદી નજીક મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારાઆનંદ નિકેતન ટ્રસ્ટ સંચાલિત રાધે બીએડ કોલેજના મેદાનમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં ખેડૂતો ના જીવન ની જીવાદોરી તેમજ ખેતીમાં જીવ સિંચન માટે ધરોઈ ડેમ થી હિરપુરા હિંમતનગર રોડ 58.50 કીલો મીટર 397 મીટર ની લંબાઈ 6.66 જેટલી ઊંચાઈ નાના મોટા 19 દરવાજા સહીત નો 213 કરોડ ના ખર્ચે ચેક ડેમ બરેજ ના નિર્માણ માટે નુ ખાતમુહૂર્ત કરવામાંઆવ્યું હતુ જેનો લાભ 7910 એકરની જમીન માં આવતા તમામ ગામોને તેનો લાભ મળશે

જેમાં તાલુકા ના હિરપુરા મહાદેવપુરા ગઢડા તેમજ હિંમતનગર નજીક ના ગામો દેઘરોટા દેરોલ જોરાપુરા સહિત ના ગામોને ખેતી માટે સિંચાઈ નુ પાણી મળતા રાહત ઉભી થઇ છે આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતુંકે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે રીતે દેશભરમાં વિકાસ ના કામો ની હારણફાળ ભરી છે
તેમાં ગુજરાત ને પણ ધ્યાનમાં રાખી ખેડુતો ની પીડા સમજી છે આ ચેકડેમ બેરેજ ખેડુતો ને રાહત રૂપ બનશે આ કાર્યક્રમ માં નાયબ મુખ્યમંત્રી નિતીન ભાઈ પટેલ તેમજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તેમજ પાણી પુરવઠા મંત્રી જીતુભાઇ ચૌધરી તેમજ સાંસદ સભ્યો દીપસિંહ રાઠોડ તેમજ જુગલ ઠાકોર તેમજ શારદાબેન પટેલ ભરતસિંહ ડાભી ધારાસભ્ય રમણપટેલ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા સહીત ના ભાજપના કાર્યકરો તેમજ હોદેદારો તેમજ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતાઆ કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તરભ વિસનગર ખાતે આવેલ તરભ શીવધામ ખાતે રજતતુલા માટે રવાના થયા હતા આ કાર્યક્રમમાં સરકારી તંત્ર પોલીસ જીઈબી સહિત અધિકારી ઓ મોટી જહેમત ઉઠાવી હતી કાર્યક્રમ નુ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું

Related posts

પદ્માવત ફિલ્મની રિલિઝ માટેની રિટ અરજીને આખરે પાછી ખેંચાઇ

aapnugujarat

બોડેલીમાં રોશની યંગ સર્કલ કમિટી દ્વારા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો

aapnugujarat

મહુવા ટાઉન વિસ્તારમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો

editor

Leave a Comment

UA-96247877-1