Aapnu Gujarat
ગુજરાત

બોટાદમાં અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ

ઉમેશ ગોરાહવા , બોટાદ

    અશોક કુમાર પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ, ભાવનગરનાઓ  દ્વારા વિભાગીય પોલીસ અધિકારી બોટાદ, કચેરીની દ્વિવાર્ષિક તપાસણી અન્વયે બોટાદ જીલ્લાની મુલાકાત લેવામાં આવી હતી. 
        અશોક કુમાર નું બોટાદ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ હેડ  ક્વાર્ટર સ્ટાફ દ્વારા સન્માન ગાર્ડ આપવામાં આવ્યું હતું.
         બોટાદ જીલ્લો નવરચિત થયા બાદ અલગ ફાયરીંગ રેન્જ બનાવવાની જરૂરિયાત હતી. જેથી બોટાદ જીલ્લા પોલીસને ફાયરીંગ માટે  ગઢડા પો.સ્ટે.ની હદમાં લીંબાળી ગામ પાસે સરકારશ દ્વારા  ફાળવવામા આવેલ છે. જે જમીન પર વિધિવત રીતે  અશોક કુમાર સાહેબનાઓનાં વરદ હસ્તે ફાયરીંગ રેન્જ કાર્યરત કરવાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

 બોટાદ જીલ્લાના તમામ અધિકારીઓની મિટીંગ યોજી ક્રાઈમ અંગે સમિક્ષા કરવામાં આવી હતી.જીલ્લામાં ક્રાઈમ કંટ્રોલ, નાગરિકોની સેવા, સુરક્ષા અને શાંતિ તથા પ્રજાકીય કામો અંગે વિશેષ માર્ગદર્શન પુરૂ પાડેલ હતું. અસરકારક પોલીસીંગ  માટે મહિલા, સિનિયર સીટીજન, સમાજના ગરીબ, વંચિત, પિડીત અને શોષિત વર્ગના લોકોના કામો માનવીય અભિગમથી પ્રોએક્ટીવ રહી કરવાં સુચના આપવામાં આવી હતી. 

બોટાદ જીલ્લા પોલીસ દ્વારા કોવિડ -19 મહામારીના બીજા તબક્કામાં તથા અન્ય પ્રજાહિત તેમજ પોલીસ ઉપયોગી વિશેષ કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓને પ્રોત્સાહન મળે અને અન્ય અધિકારી તથા કર્મચારીઓને પ્રેરણા અને પ્રોત્સાહન મળે એ માટે તથા વયનિવૃત્ત થયેલ સહિત કુલ 29 અધિકારી તથા કર્મચારીઓને અશોક કુમાર પોલીસ મહાનિરીક્ષકશ્રીનાઓના હસ્તે મોમેન્ટો અને પ્રશંસાપત્ર અર્પણ કરીને સન્માનીત કરવામાં આવ્યા હતા. જેમાં પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા તથા જીલ્લાના તમામ ડી.વાય.એસ.પી., પી.આઈ., પી.એસ.આઈ. કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અશોક કુમાર દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરી ખુબ જ ઉપયોગી અને પ્રેરણાદાયી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ હતું.

  પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર  દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી બોટાદ જીલ્લા પોલીસ અંતર્ગત કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ-2013 અંગે જાગૃતિ અભિયાન એવાં અવાજ-એક અભિયાન નો લીલી ઝંડી બતાવી શુભારંભ કરાવેલ. 

    જીલ્લા પોલીસના કર્મચારીઓ તથા તેમનાં સંતાનોને વાંચનનો લાભ મળે તથા સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવવામાં મદદ મળે એટલાં માટે તથા વાચનથી વ્યક્તિત્વ વિકાસની તકો વધે એ હેતુસર  મહિલા પોલીસ સ્ટેશન ખાતે  અશોક કુમાર  પોલીસ મહાનિરીક્ષક નાઓનાં વરદ હસ્તે બોટાદ જિલ્લા પોલીસ વેલ્ફેર ફંડ સંચાલિત પુસ્તકાલયનુ ઉદઘાટન કરવામાં આવ્યું.

અશોક કુમાર પોલીસ મહાનિરીક્ષક નાઓએ બોટાદ જીલ્લામાં ખાસ ઉપસ્થિત રહી જીલ્લામાં અસરકારક અને જનહિતમાં પોલીસીંગ થાય એ માટે ખુબ જ ઉપયોગી માર્ગદર્શન પુરુ પાડેલ હતું. સાથો સાથ લોક જાગૃતિ, પોલીસ વેલ્ફેરનાં વિવિધ પ્રકલ્પોનું અનાવરણ કરેલ હતું. પોલીસ મહાનિરીક્ષકનાઓની આ મુલાકાત જિલ્લા માટે ખુબ જ લાભદાયક, પ્રેરણાદાયી, માર્ગદર્શક અને ઉત્સાહવર્ધક રહી હતી.

Related posts

ઈલોન મસ્ક ગુજરાતમાં Teslaનો પ્લાન્ટ સ્થાપશે

aapnugujarat

પાવીજેતપુર તાલુકાની પોલીસે લોક ડાઉન જાહેરનામાના ભંગ બદલ એક દિવસમાં ૧૫ વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો..

editor

अहमदाबाद के टूटे हुए रोड मामले में म्युनिसिपल के इंजीनियरों ने टेस्ट रिपोर्ट नहीं कराया था

aapnugujarat

Leave a Comment

UA-96247877-1