Aapnu Gujarat
બિઝનેસ

આઇટી પોર્ટલની તમામ ખામીઓ દૂર કરવા ઇન્ફોસિસને નાણા પ્રધાનનું ફરમાન

આવકવેરા વિભાગ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર બેઠક દરમિયાન નાણા પ્રધાને ઇન્ફોસિસના સીઇઓને વેબસાઇટની ટેકનિકલ ખામીઓ દૂર કરવા વધુ પ્રયત્નો કરવા જણાવ્યું હતું જેથી કરીને કરદાતાઓને પડતી મુશ્કેલીઓનું ઝડપથી ઉકેલ મેળવી શકાય. નાણા પ્રધાન ર્નિમલા સિતારમને ઇન્ફોસિસને નવા ઇન્કમ ટેક્સ પોર્ટલ સાથે જાેડાયેલી ટેકનિકલ સમસ્યાઓ ૧૫ સપ્ટેમ્બર સુધીમાં દૂર કરવા જણાવ્યું છે. આ અગાઉ તેમણે આ પોર્ટલને વિકસિત કરનારી કંપની ઇન્ફોસિસના સીઇઓ સલિલ પારેખની સમક્ષ વેબસાઇટ સાથે જાેડાયેલી ટેકનિકલ ખામીઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર ર્નિમલા સિતારમન પોતાના કાર્યાલયમાં સલિલ પારેખને મળ્યા હતાં. આ મુલાકાત દરમિયાન નાણા પ્રધાને ઇન્ફોસિસના સીઇઓને પૂછ્યું હતું કે વેબસાઇટ લોન્ચ થયાના અઢી મહિના પછી પણ વેબસાઇટ શા માટે બરાબર ચાલતી નથી? આ બેઠક દરમિયાન ઇન્ફોસિસના એમડી અને સીઇઓ સલિલ પારેખે જણાવ્યું હતું કે તેઓ અને તેમની ટીમ પોર્ટલ સારી રીતે ચાલે તે સુનિશ્ચિત કરવા માટેના શક્ય તમામ પ્રયત્નો કરી રહી છે. આ બેઠક પછી આવકવેરા વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે નાણા પ્રધાને વેબસાઇટની તમામ પ્રકારની ખામીઓ ૧૫ સપ્ટેમ્બર સુધીમાં દૂર કરવા ઇન્ફોસિસને જણાવ્યું છે. બેઠક દરમિયાન નાણા પ્રધાને વેબસાઇટની ખામીને કારણે કરદાતાઓને પડી રહેલી મુશ્કેલી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. વેબસાઇટમાં વારંવાર સર્જાતી ખામી અંગે ઇન્ફોસિસ પાસે ખુલાસો માગ્યો છે.

Related posts

मुकेश अंबानी की नेटवर्थ में 1.21 लाख करोड़ रुपये का इजाफा

aapnugujarat

ONGC में 9000 करोड़ रुपए घट गया कैश रिजर्व

aapnugujarat

કુલ ૯.૭૨ લાખ લોકો દ્વારા જમા ૨.૮૯ લાખ કરોડ ચકાસણી હેઠળ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1