Aapnu Gujarat
શિક્ષણ

ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું નીચું પરિણામ આવ્યું

ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં કુલ ૮૯ હજાર ૧૦૬ રિપીટર વિદ્યાર્થીઓમાંથી ૭૮ હજાર ૨૧૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં ૧૯ હજાર ૩૨ વિદ્યાર્થીઓ પાસ થયાં હતાં. જ્યારે વિદ્યાર્થીઓની વાત કરીએ તો ૪૦ હજાર ૭૨૭ વિદ્યાર્થીનીઓમાંથી ૩૫ હજાર ૪૩૯ વિદ્યાર્થીનીઓએ પરીક્ષા આપી હતી. જેમાં ૧૨ હજાર ૫૬૪ વિદ્યાર્થીનીઓ પાસ થઈ હતી. જેમની ટકાવારી જાેઈએ તો ૩૫.૪૫ ટકા છે. જ્યારે વિદ્યાર્થીઓમાં ૨૪.૩૧ ટકા વિદ્યાર્થીઓ જ પાસ થયાં છે. એટલે કે વિદ્યાર્થીનીઓ વધુ સંખ્યામાં પાસ થઈ છે. ૨૦ ટકા પસિંગ ધોરણનો લાભ મેળવી પાસ થનાર વિદ્યાર્થીઓ પણ ૧૧૩ છે. ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ૧૨ સામાન્ય પ્રવાહના કુલ ૧ લાખ ૩૦ હજાર ૩૮૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા માટે ફોર્મ ભર્યું હતું પરંતુ તેમાં ૧ લાખ ૧૪ હજાર ૧૯૩ વિદ્યાર્થીઓએ જ પરીક્ષા આપી હતી. જેમાંથી માત્ર ૩૧ હજાર ૭૮૫ વિદ્યાર્થીઓ જ પાસ થયાં છે. ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં કુલ ૨૭.૮૩ ટકા પરિણામ આવ્યું છે. આ પરીક્ષાનું આજે સવારે ગુજરાત બોર્ડની વેબસાઇટ પર પરિણામ જાહેર થયું છે. ધોરણ ૧૨ કોમર્સમાં ૧૧૨ રિપીટર વિદ્યાર્થીઓમાંથી ૧૦૨ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં માત્ર ૪૩ વિદ્યાર્થીઓ પાસ થયાં હતાં. જ્યારે ૨૬ વિદ્યાર્થીનીઓમાંથી ૨૨ વિદ્યાર્થીનીઓએ પરીક્ષા આપી હતી.જેમાં ૧૧ વિદ્યાર્થીનીઓ પાસ થઈ હતી. કોમર્સમાં ૪૨.૧૬ ટકા રિપીટર વિદ્યાર્થીઓ અને ૫૦ ટકા રિપીટર વિદ્યાર્થીનીઓ પાસ થઈ હતી. કોમર્સમાં પણ વિદ્યાર્થીનીઓ વધુ સંખ્યામાં પાસ થઈ છે.રીપીટર વિદ્યાર્થીઓએ રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળતા માસ પ્રમોશન ની માંગણી કરી હતી પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા ર્નિણય પર મક્કમ રહીને રીપીટર વિદ્યાર્થીઓના વિરોધ વચ્ચે પરીક્ષા યોજી હતી.પરીક્ષાનું પરિણામ આવતા માત્ર ૨૭.૮૩ ટકા વિદ્યાર્થીઓ જ પાસ થયા છે.જાે મસ પ્રમોશન આપવામાં આવ્યું હોત તો ૭૨.૧૭ ટકા નાપાસ થનાર વિદ્યાર્થીઓ એટલે કે ૮૨૪૦૮ વિદ્યાર્થીઓ પણ પાસ થઈ ગયા હોત. ધોરણ ૧૨ સાયન્સમાં એક લાખ ૭ હજાર ૨૬૪ વિદ્યાર્થીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. બોર્ડના ઈતિહાસમાં પ્રથમ વખત ૧૦૦ ટકા પરિણામ જાહેર થયું છે, જેમાં ૩૨૪૫ વિદ્યાર્થીએ છ૧ ગ્રેડ મેળવ્યો છે, જ્યારે ૧૫ હજાર ૨૮૪ વિદ્યાર્થીએ છ૨ ગ્રેડ મેળવ્યો છે. છ ગ્રુપમાં ૪૬૬ વિદ્યાર્થીએ ૯૯ ટકાથી વધુ માર્ક મેળવ્યા છે, જ્યારે મ્ ગ્રુપમાં ૬૫૭ વિદ્યાર્થીએ ૯૯ ટકાથી વધુ માર્ક મેળવ્યા છે. અમદાવાદ શહેરમાં ૧૦૯ વિદ્યાર્થી અને અમદાવાદ ગ્રામ્યમાં ૭૩ વિદ્યાર્થીએ છ૧ ગ્રેડ મેળવ્યો છે. સૌથી વધુ ૨૬,૮૩૧ વિદ્યાર્થીએ મ્૨ ગ્રેડ મેળવ્યો છે.
ઉત્તર બુનિયાદી પ્રવાહમાં ૩૦૫માંથી ૨૬૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં માત્ર ૯૫ વિદ્યાર્થીઓ પાસ થયાં હતાં. જ્યારે ૧૧૨ વિદ્યાર્થીઓમાંથી ૯૧ વિદ્યાર્થીનીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૪૦ વિદ્યાર્થીનીઓ પાસ થઈ હતી. ઉત્તર બુનિયાદીમાં પણ ૩૫.૯૮ ટકા વિદ્યાર્થીઓ અને ૪૩.૯૬ ટકા વિદ્યાર્થીનીઓ પાસ થઈ હતી. ઉલ્લેખનીય છે કે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ, કોમર્સ અને ઉત્તર બુનિયાદીની રિપીટરોની પરીક્ષામાં પણ વધુ સંખ્યામાં વિદ્યાર્થીનીઓ પાસ થઈ છે. ૬ દિવસ પહેલા જાહેર થયેલા ૧૨ સાયન્સના રિપીટર્સનું માત્ર ૧૫ ટકા જ પરિણામ આવ્યું હતું. ૧૨ સાયન્સના કુલ ૩૦૩૪૩ વિદ્યાર્થીઓએ જ પરીક્ષા આપી હતી. જેમાંથી માત્ર ૪૬૪૯ વિદ્યાર્થીઓ જ પાસ થયા હતા. છ ગ્રુપમાં ૭૭૭૭ વિદ્યાર્થીઓને પરીક્ષા આપી હતી જેની સામે ૧૧૩૦ વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે છ ગ્રુપમાં ૧૪૨૫ માંથી ૨૯૭ વિદ્યાર્થીનીઓ પાસ થઈ છે. મ્ ગ્રુપમાં ૯૫૫૪ માંથી ૧૧૫૧ વિદ્યાર્થીઓ જ પાસ થયા છે. જ્યારે મ્ ગ્રુપની ૧૧૫૭૮ વિદ્યાર્થિનીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૨૦૭૧ વિદ્યાર્થીનીઓ પાસ થઈ છે. છમ્ ગ્રુપના ૬ વિદ્યાર્થી અને ૩ વિદ્યાર્થિની હતી જેમાંથી એક પણ પાસ થયા નથી .મ્ કરતા છ ગ્રુપનું પરિણામ વધુ છે. તે ઉપરાંત વિદ્યાર્થીઓને ૨૦ ટકા પાસિંગ ધોરણનો લાભ આપવામાં આવેલ છે. જેમાં પાસ થનારની સંખ્યા માત્ર ૯ છે. કોરોનાની મહામારીમાં સૌથી વધારે અસર વિદ્યાર્થીઓના શિક્ષણ પર થઈ છે. મહામારીના કારણે ઘણા સમય શાળા-કોલેજાે બંધ હતા. ધોરણ ૧૦-૧૨ના રેગ્યુલર વિદ્યાર્થીઓને સરકારે આખરે માસ પ્રમોશન આપ્યું હતું. તેઓની પરીક્ષા કોરોનાના કારણે રદ કરવામાં આવી હતી. પરંતુ સરકારે ધોરણ ૧૦ -૧૨ના રિપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું નહોતું. જેથી તેમણે પણ માસ પ્રમોશનની માગ કરી હતી અને આ મામલે ન્યાય મેળવવા હાઇકોર્ટમાં ઁૈંન્ દાખલ કરી હતી. જાે કે કોર્ટે પણ પરીક્ષા લેવા માટે છૂટ આપી હતી. જેથી ૧૫ જુલાઈએ રિપીટર્સની પરીક્ષા યોજવામાં આવી હતી.

Related posts

દિયોદરના ભેંસાણા ગામની રખમા ચૌધરીએ ક્લાસ-૨ પરીક્ષા પાસ કરી

aapnugujarat

પરીક્ષા ખંડમાં જો ઇશારો પણ કર્યો તો રિઝલ્ટ રદ કરી દેવાશે

aapnugujarat

પોશીનાની અંબાસર પ્રાથમિક શાળા ખાતે વાંચન અભિયાન અંતર્ગત સરપ્રાઈઝ ફકરાનું વાંચન કરાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1