Aapnu Gujarat
Uncategorized

‘નો પરચેઝ’ પેટ્રોલ અભિયાનને રાજકોટમાં સફળતા : ૧૯ ઓગસ્ટે અમદાવાદમાં ઉપવાસ આંદોલન

છેલ્લા ચાર વર્ષથી પેટ્રોલ, ડીઝલ તથા સી.એન.જી. ગેસના ડીલર માર્જિનમાં કોઈ સુધારો ન આવવાથી એફ.જી.પી.ફી.એ દ્વારા ‘‘નો પરચેઝ’’નું એલેના કરવામાં આવ્યું છે. રાજકોટમાં ‘નો પરચેઝ’ અભિયાનને ખુબ સફળતા મળી છે. બધા ડીલરોએ સાથે મળી આ અભિયાનને સફળ બનાવ્યું છે. હવે આ ‘નો પરચેઝ’ અભ્યાન ૧૯ ઓગસ્ટને ગુરુવારે અમદાવાદમાં શરૂ કરાશે. સાથે સાથે ઉપવાસ આંદોલનની પણ શરૂઆત થશે. ડીલર કમિટીએ નક્કી કર્યા મુજબ ઉપવાસ આંદોલનમાં દરેક જિલ્લામાંથી બે ત્રણ લોકો આવે અને કુલ ૬૦ થી ૭૦ લોકો સાથે મળીને કાળા કપડાં પહેરીને ઉપવાસ પર બેસવાનું છે. આ ‘નો પરચેઝ’ અભિયાનમાં ટેન્ટનો કલર પણ કાળો રાખવામાં આવ્યો છે.
ઓઈલ કંપની સુધી પોતાનો અવાજ પહોંચાડવામાં મિડિયા મદદ કરશે. બધાં ડીલરો થાકી ગયા છે અને હવે તેમની વ્યાજબી માંગણી સ્વીકારો.
ઉલ્લેખનીય છે કે, ૧૨ ઓગસ્ટ ૨૦૨૧થી ‘‘નો પરચેઝ’’ નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જ્યાં સુધી ડીલર માર્જિનમાં સુધારો કરવામાં નહીં આવે ત્યાં સુધી દર ગુરુવારે પેટ્રોલ ડીઝલ ‘‘નો પરચેઝ’’ રહશે અને ગુરુવારે બપોરે ૧ થી ૨ વાગ્યા સુધી સી.એન.જી ગેસનું વેચાણ બંધ રહશે.

Related posts

જિલ્લા પ્રશાસન દ્વારા મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે વડોદરામાં મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી

aapnugujarat

રાજકોટને સીસીટીવી કેમેરાથી સજ્જ કરાશે

aapnugujarat

અમદાવાદમાં ૩૦મીથી ફ્લાવર શોનું આયોજન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1