Aapnu Gujarat
Uncategorized

રાજકોટને સીસીટીવી કેમેરાથી સજ્જ કરાશે

રાજકોટમાં ગુનાખોરીનું પ્રમાણ દિવસેને દિવસે વધતું જાય છે. રાજકોટ સૌરાષ્ટ્રનું ક્રાઈમ કેપીટલ સિટી બની ગયું હોય તેવું સૌ કોઈ માની રહ્યાં છે. આ સમયે વધતી જતી ગુનાખોરીને અટકાવવા રાજકોટ શહેર પોલીસે મ્યુનિસિપલ કોર્પોરેશનના સહિયારા પ્રયાસથી રાજકોટ શહેરને સીસીટીવીથી સજ્જ કરવાનું બીડું ઝડપ્યું છે.
ગુજરાત સરકાર દ્વારા તમામ મહાનગરોને સીસીટીવીથી સજ્જ કરવા સૂચના આપવામાં આવી છે. આ સૂચના સેઈફ એન્ડ સિક્યોર પ્રોજેકટ અંતર્ગત આપાવમાં આવી છે. સૂચનાને અનુસરી રાજકોટ શહેર પોલીસ કમિશનર અને સાયબર સેલ દ્વારા એક પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજેકટ અંતર્ગત રાજકોટ શહેરને સીસીટીવીથી સજ્જ કરવામાં આવશે.શહેર પોલીસની સાયબર ક્રાઈમ સેલની ટીમ દ્વારા શહેરના જૂદા જૂદા વિસ્તારોની અલગ અલગ વહેંચણી કરવામાં આવી છે. તેમજ જે તે સ્થળ પર કેટલાં અને કયા પ્રકારના કેમેરા મુકવા તે પણ નક્કી કરવામાં આવ્યું છે.
પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલૌત દ્વારા સ્થળની વહેંચણી કરાયા બાદ ક્યાં સ્થળ પર કેટલાં અને ક્યાં પ્રકારના કેમેરા મુકવામાં આવશે. તે અંગે પણ ચિંતન હાથ ધરાયું હતું. જે અંતર્ગત ચાર પ્રકારના કેમેરા રાજકોટ શહેર મુકવામાં આવશે. જેમની સંખ્યા આ મુજબ છે.ફિક્સ કેમેરા (જે ૨,૩ અને ૫ મેગા પિક્સલ વિઝન ધરાવતા હોઈ છે) તેવા ૫૩૨ કેમેરા, પી.ટી.ઝેડ (એટલે કે પેન ટીલ્ટ ઝુમ કેમેરા) ૨૨૦, એ.એન.પી.આર કેમેરા (એટલે કે ઓટોમેટીક નંબર પ્લેટ રેકોગ નાઈઝેશન) ૧૧૨ કેમેરા. જો કોઈ વાહન ચાલક ઝીબ્રા ક્રોસિંગની લાઈન સીગન્લ બંધ હોઈ ત્યારે ક્રોસ કરે તેમજ તેની સ્પિડ જે તે રોડ પર નિયત કરેલ સ્પિડ કરતા વધુ હોઈ ત્યારે આ પ્રકારના કેમેરાથી એક ચલણ જનરેટ કરવામાં આવશે જે જેતે ટ્રાફિક શાખા દ્વારા જે તે વાહન ચાલકને આપી દંડ વસુલ કરવામાં આવશે. આર.એલ.વી. ડી કેમેરા ૧૧૨ (આ પ્રકારના કેમેરા એ.એન.પી.આર કેમેરા સાથે કનેક્ટિવીટી માટે લગાડવામાં આવતા હોઈ છે.હાલ રાજકોટ શહેર દ્વારા હાથ ધરાયેલ આ પ્રોજેકટમાં ૩૦ કરોડ જેવો ખર્ચ થવાની સંભાવના છે. જે પૈકી ૧૫ કરોડ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. તો ૧૦ કરોડ રાજકોટ મનપા દ્વારા ફાળવવામાં આવશે. અને ૫ કરોડ જનભાગીદારી અને પોલીસના સહયોગથી આપવામાં આવશે.રાજકોટ પોલીસ કમિશનરના જણાવ્યા મુજબ ૫ કરોડ પૈકી ૧.૫ કરોડ રૂપિયા અત્યાર સુધીમાં લોકોએ આપી દીધા છે. ત્યારે આગામી સમયમાં એક વાત તો નક્કી છે કે, રાજકોટમાં સીસીટીવીને લીધે ગુનાખોરીના પ્રમાણમાં ઘટાડો થશે. તો સાથો સાથ છેડતી, ચેઈન સ્નેચીંગ અપહરણ અને મારા મારી લુંટ ચલાવવી આ પ્રકારના તમામ ગુનાઓ પર રોક જરૂર લાગશે.

Related posts

જસદણમાં કુંવરજી હારે છે તેવા લખાણને લઇ હોબાળો

aapnugujarat

અમરેલી-ધોરાજીમાં આજે લોકસભા ક્લસ્ટર સંમેલન

aapnugujarat

રાજકોટમાં ૧૨ ચોપડી ભણેલ ડોક્ટર ઝડપાયો

editor

Leave a Comment

UA-96247877-1