Aapnu Gujarat
ગુજરાત

આગામી ચૂંટણી રુપાણી -પટેલના નેતૃત્વમાં લડાશે : પાટીલ

સમગ્ર દેશ આજે ૭૫મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે, ત્યારે ગાંધીનગર સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલય “કમલમ” ખાતે કાર્યકર્તાઓની હાજરીમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ધ્વજવંદન કર્યું હતું. આ દરમિયાન સીઆર પાટીલે આગામી વિધાનસભા ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું છે.
જણાવી દઈએ કે, આગામી વર્ષે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. એવામાં ભાજપ દ્વારા અત્યારથી જ મતદારોને રિઝવવા માટે ચૂંટણીલક્ષી તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત જનઆશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
જાે કે છેલ્લા થોડા સમયથી ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનની અટકળો થઈ રહી હતી. આ અટકળોનો અંત લાવતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે આજે કમલમ ખાતે કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્યું કે, ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનની માત્ર અફવાઓ છે. રાજ્યમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વમાં ખૂબ જ સારુ કામ થયું છે. આગામી વિધાનસભાની ચૂંટણી પણ વિજય રૂપાણી અને નીતિન પટેલના નેતૃત્વમાં જ લડવામાં આવશે. બીજી તરફ ભાજપ પ્રદેશ અધ્યક્ષના ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન નહીં થાય એવા નિવેદન પર જવાબ આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, સીઆર પાટીલ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ છે. તેઓ અને દિલ્હીથી મોવડીમંડળ નક્કી કરે તે પ્રમાણે આગામી વિધાનસભાની ચૂંટણી લડવામાં આવશે.

Related posts

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે માણસા નગરપાલિકા વિસ્તારમાં વિકાસ કામોનું વર્ચ્યુઅલ માઘ્યમથી લોકાર્પણ- ખાતમુહૂર્ત કર્યુ

aapnugujarat

ગેસના બાટલા પર વસૂલાતો જીએસટી નાબૂદ કરવા માંગ

aapnugujarat

શંકરસિંહે કોંગ્રેસ છોડી તેથી કોંગ્રેસમાં શાંતિ ફેલાઇ : અશોક ગહેલોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1