Aapnu Gujarat
Uncategorized

અમદાવાદમાં ૩૦મીથી ફ્લાવર શોનું આયોજન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૩૦ ડિસેમ્બરથી ૯ જાન્યુઆરી એમ કુલ મળીને ૧૧ દિવસ સુધી સાબરમતી રિવરફ્રન્ટના ઈવેન્ટ ગાર્ડન અને ફલાવરપાર્કમાં ફલાવર શોનું આયોજન કરવામા આવ્યુ છે.આ અંગે મળતી માહિતી અનુસાર,અમદાવાદ શહેરને આ વર્ષે જુન મહિનામા યુનેસ્કો દ્વારા હેરીટેજ સીટીનો વૈશ્વિક દરજ્જો આપવામા આવ્યા બાદ સૌ પ્રથમ વખત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હેરીટેજનો ટેગ મળ્યા બાદ ફલાવર શો આયોજિત કરવામાં આવી રહ્યો છે.આ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત ફલાવર શો હેરીટેજના થીમ ઉપર આધારીત રહેશે.ફલાવર શોમાં આ વખતે ઓકિર્ડ,ડચ રોઝ અને સેવંતી તથા જરબેરામાંથી બટરફલાય,કલસ્ટર હરણ,મીકી માઉસ જેવી પ્રતિકૃતિ બનાવવામા આવશે.આ સાથે જ કાશ્મીર અને નેધરલેન્ડમાં જોવા મળતાં તુલીપના ફલાવર બેડ જેવા એન્ટિરીનિયમ વેરાયટીના ૬૦ હજાર છોડવા જોવા મળશે તો ૨૦૦ થી વધુ ફલાવર પોટ પણ જોવા મળશે.મ્યુનિસિપલ કોર્પોરેશનના ડિરેકટર પાર્કસ એન્ડ ગાર્ડન જિજ્ઞેશ પટેલના કહેવા અનુસાર,અમદાવાદ શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટના ઈવેન્ટ ગાર્ડન અને ફલાવરપાર્કમાં ૩૦ ડિસેમ્બરથી ૯ જાન્યુઆરી સુધી કરવામા આવેલા ફલાવર શોના આયોજનમાં મળેલા બહોળા પ્રતિસાદને જોઈને દેશના અન્ય રાજયોના વેપારીઓ પણ ફલાવર શોમા તેમના ઉત્પાદનો વેચવા માટે આવે છે.ફલાવર શોમાં વિદેશમાં ફુલોનો ગાર્ડન કે બેડ જોવા મળે છે એવા ફલાવર બેડ નિર્માણ કરવામા આવશે ઉપરાંત અમદાવાદ શહેરને વૈશ્વિક હેરીટેજ સીટીના મળેલા બિરૂદ બાદ અમદાવાદ શહેરના કોટ વિસ્તાર સહિત વિવિધ વિસ્તારોમાં આવેલા સ્કલચર બનાવવામાં આવશે.ગત વર્ષે અમદાવાદ શહેરમાં આયોજિત કરવામા આવેલા ૯ દિવસના ફલાવર શોમાં કુલ ૨૦ લાખ મુલાકાતીઓએ આ શોને નિહાળ્યો હતો.

Related posts

જસદણ બેઠક પર ૮ ઉમેદવારો મેદાનમાં

aapnugujarat

DriveShare Lets You Rent Your Dream Car From A Car Collector

aapnugujarat

મોરબી જિલ્લાના બગથળામાં ચાલતા જળસંચયના કામોનું નિરીક્ષણ કરતા મુખ્યમંત્રી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1