Aapnu Gujarat
ગુજરાત

કાંકરિયા : નોકટરનલ ઝૂનો ટૂંક સમયમાં આરંભ કરાશે

અમદાવાદ શહેરના કાંકરીયા વિસ્તારના મુલાકાતીઓ માટે વધુ એક નઝરાણું શરૂ કરવા અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અંતિમ તૈયારીઓ શરૂ કરી દેવામા આવી છે.રાત્રીના સમયે જોઈ શકતા પશુ પક્ષીઓને આ નોકટરનલ ઝૂમાં રાખવામાં આવનાર છે.આ ઝૂની મુલાકાત લેનારાઓ માટે ૧૨ વર્ષ સુધીના બાળકો માટે રૂપિયા ૨૦ અને ૧૨ વર્ષથી વધુની ઉંમરના લોકો માટે રૂપિયા ૫૦ ફીના દર રાખવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામા આવી છે.જો કે દરખાસ્તમાં શરૂઆતના થોડા મહિનાઓ માટે મુલાકાતીઓને વિનામૂલ્યે પ્રવેશ આપવા અંગે પણ રજૂઆત કરવામા આવી છે.આ અંગે મળતી માહિતી અનુસાર,અમદાવાદ શહેરના દક્ષિણ ઝોનમાં છેલ્લા પાંચ વર્ષથી નોકટરનલ ઝૂ તૈયાર કરવાની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશન અને કાંકરીયા પ્રાણી સંગ્રહાલય દ્વારા કરવામા આવી રહી હતી હાલ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર આ ઝૂની મોટાભાગની કામગીરી પુરી કરી લેવામાં આવી છે અને ખુબ નજીકના સમયમાં આ ઝૂનો આરંભ કરવામા આવશે એમ માનવામા આવી રહ્યુ છે.નોકટરનલ ઝૂમાં રાત્રીના સમયે જોઈ શકતા પશુઓ અને પક્ષીઓને રાખવામા આવનાર છે.આ ઝૂની એક બીજી વિશેષતા એ પણ છે કે,રાત્રીના સમયે જોઈ શકતા પશુઓ અને પક્ષીઓ માટે દિવસ જેવુ વાતાવરણ લાગે તેવો આભાસ પણ ઉભો કરવામા આવ્યો છે.આવતીકાલે ગુરૂવારના રોજ મળનારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ નોકટરનલ ઝૂ એ વિશેષ શૈક્ષણિક પ્રવૃતિ હોઈ તેમાં ૧૨ વર્ષ સુધીના મુલાકાતીઓ માટે પ્રવેશ ફી રૂપિયા ૨૦, ૧૨ વર્ષથી ઉપરની વયના મુલાકાતીઓ માટે પ્રવેશ ફી રૂપિયા ૫૦ અને શૈક્ષણિક પ્રવાસે આવનારા મુલાકાતીઓ માટે પ્રવેશ ફીના દર રૂપિયા ૨૦ રાખવા અંગે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજુ કરવામાં આવી છે.આ સાથે જ શરૂઆતના થોડા મહિના માટે આ ઝૂના મુલાકાતીઓને વિનામૂલ્યે પ્રવેશ આપવા અંગે પણ રજુઆત કરવામાં આવી છે.આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટી આ અંગે શું નિર્ણય કરે છે એના ઉપર સઘળો દારોમદાર છે.

Related posts

NEW YEAR EVENT AT HARE KRISHNA MANDIR, BHADAJ

aapnugujarat

રાજયમાં બીજા તબકકાના મતદાન સમયે આણંદ, સાવલી, વિસનગરમાં પથ્થરમારો : ૨૦ લોકોને ઈજા

aapnugujarat

૩૬૦૯૫ ખેડૂતો પાસેથી મગફળીની થયેલી ખરીદી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1