Aapnu Gujarat
ગુજરાત

રાજયમાં બીજા તબકકાના મતદાન સમયે આણંદ, સાવલી, વિસનગરમાં પથ્થરમારો : ૨૦ લોકોને ઈજા

રાજયમાં બીજા તબકકાના મતદાન સમયે આણંદ,વડોદરાના સાવલી ઉપરાંત વિસનગર અને પાલનપુરમાં અલગ અલગ કારણોસર જૂથો આમનેસામને આવી જતા ધર્ષણ બાદ પથ્થરમારાની અને દુકાનો તેમજ વાહનોમા આગ લગાવવાની ઘટનાને પગલે જૂથ અથડામણમા ૨૦ થી વધુ લોકોને ઈજા પહોંચવા પામતા તેમને સારવાર માટે હોસ્પિટલમા ખસેડવામા આવ્યા છે આ સાથે જ આ તમામ વિસ્તારોમા પરિસ્થિતિ વધુ ન વણસે એ માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો છે.આ અંગે મળતી માહિતી અનુસાર,ગુજરાત વિધાનસભાની બીજા તબકકાની ચૂંટણીના મતદાન સમયે વિસનગરના હસનપુરમા એક જ કોમના બે જૂથ આમનેસામને આવી જતા પોલીસને ટોળાને વિખેરવા લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી જે દરમિયાન ૧૦ લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સિવિલ હોસ્પિટલમા સારવાર માટે ખસેડવામા આવ્યા હતા.આ અંગે મળતી માહિતી અનુસાર,વિસનગરના હસનપુરમાં ચૂંટણીના મુદ્દાને લઈને એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણની ઘટના બનવા પામતા પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.સૂત્રોમાંથી મળતી માહીતી અનુસાર,બંને જૂથ વચ્ચે ચૂંટણીના મામલે ઉગ્ર બોલાચાલી થયા બાદ મારામારી પણ થવા પામી હતી જે દરમિયાન ટોળુ બેકાબૂ થઈ જતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.ટોળુ દુર થતુ ન હોવાથી પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી જે સમયે ૧૦ લોકોને ઈજા પહોંચવા પામતા તેમને સારવાર માટે વિસનગર સિવિલ હોસ્પિટલમા સારવાર માટે ખસેડવામા આવ્યા હતા.આ ઘટના બાદ આ વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત માટે પોલીસ કાફલાને ગોઠવી દેવામા આવ્યો હતો.આ ઉપરાંત વડોદરાના સાવલીના વાંકાનેર ગામમા બે જૂથો વચ્ચે અથડામણ થતા લોકોએ દુકાનો અને બાઈકો સળગાવી હતી.આ ઘટનાને લઈને પાંચ જેટલા લોકોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે ખસેડવામા આવ્યા હતા.સાથે જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો હતો.મહેસાણાના કડા ગામમા પણ મતદાન મામલે પથ્થરમારો કરવામા આવતા બે લોકોને ઈજા પહોંચવા પામતા મહેસાણા સિવિલ હોસ્પિટલમા ખસેડવામા આવ્યા હતા. પાલનપુરના સદરપુરામા બે જૂથો સામસામે આવી જતા માહોલ તંગદીલી ભર્યો બનવા પામ્યો હતો.મધ્ય ગુજરાતના આણંદમા આજે મતદાન દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણની ઘટના બનવા પામતા પથ્થરમારો કરવામા આવ્યો હતો.આ પથ્થરમારાની ઘટનામા ૮ જેટલી કારના કાચ તૂટી જવા પામ્યા હતા.આ ઘટનાને પગલે થોડા સમય માટે વાતાવરણમાં તંગદીલી છવાઈ જવા પામી હતી.

Related posts

5.5 magnitude Earthquake hits Gujarat, No casualities

editor

બજેટ ચૂંટણીલક્ષી હોવાનો હાર્દિક અને જિગ્નેશનો દાવો

aapnugujarat

વિજાપુર દિવ્યાંગ અધિકાર મંચ ગુજરાત દ્વારા મામલતદારને આવેદન પત્ર સોંપાયુ

editor

Leave a Comment

UA-96247877-1