Aapnu Gujarat
National

જમ્મુ-કાશ્મીરમાં આફતનો વરસાદ

દેશનાં તમામ મુખ્ય રાજ્યોમાં વરસાદ વરસી રહ્યો છે. દેશભરમાં ભારે વરસાદને લીધે સર્જાયેલા વિનાશની તસવીરો સામે આવી રહી છે. હિમાચલ, જમ્મુ-કાશ્મીરમાંથી ત્રણ ભયાનક ઘટનાના વિઝ્યુલ્સ સામે આવ્યા છે.જે ખુબ ભયાનક છે.જમ્મુ- કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટવાથી તબાહી મચી ગઈ છે.અત્યાર સુધી મળતી માહિતી મુજબ ૧૫થી વધુ લોકો લાપતા છે અને ૫ લાશ મળી છે.કિશ્તવાડમાં વધતા પાણી ને કારણે રેસ્ક્યુ ઓપરેશન મુશ્કેલ બની રહ્યું છે.તેમજ હિમાચલના છ જીલ્લામાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. બીજી ઘટના જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ ગુફા પાસે બની છે. સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા j & k દ્વારા વિઝ્યુઅલ્સનું સોશિયલ મીડિયા પર ખૂબ પ્રસાર કરવામાં આવી રહ્યું છે.  એસ.ડી.આર.એફ.ની બે ટીમો સ્થળ પર હાજર છે અને બીજી રાહત ટીમને ગેન્ડરબલથી નિયુક્ત કરવામાં આવી છે. કોઈ જાનમાલના સમાચાર સામે આવ્યા નથી.

Related posts

બીજેપી નેતાનો કારમાંથી સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો

editor

રાજૌરીના જંગલમાં છ આતંકીઓ ઠાર

editor

શાહનો જમ્મુ કાશ્મીર પ્રવાસ, રસ્તા અને ઈન્ટરનેટ બંધ

editor

Leave a Comment

UA-96247877-1