Aapnu Gujarat
ગુજરાત

રાજ્યમાં કોરોના ટેસ્ટિંગના દરોમાં ઘટાડો

ગુજરાતની રૂપાણી સરકારે કોરોના માટેના આરટી-પીસીઆર ટેસ્ટના ભવામાં ઘટાડો કર્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે પત્રકાર પરીષદમાં જાહેરાત કરી હતી કે, હવે ખાનગી લેબમાં આરટી-પીસીઆરટ ટેસ્ટ ૪૦૦ રૂપિયામાં થશે. અગાઉ ખાનગી લેબમાં ૭૦૦ રૂપિયા ટેસ્ટ માટેના લેવાતા હતા. દર્દીના ઘરે જઈને ટેસ્ટના ભાવમાં પણ ઘટાડો કરાયો છે. દર્દીના ઘરે આરટી-પીસીઆર ટેસ્ટ માટે ૫૫૦ રૂપિયા લેવામાં આવશે. જ્યારે સરકારી હોસ્પિટલોમાં કોરોનાના મફતમાં ટેસ્ટ કરવામાં આવે છે.
સરકારી કર્મચારીઓના અટકાયેલ મોંઘવારી ભથ્થા સંદર્ભે ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે નિવેદન આપ્યું જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે જે જાહેરાત કરાઈ છે તેના સવાયા લાભ સાથે રાજ્ય સરકાર કર્મચારીઓ માટે ટૂંક સમય મોંઘવારી ભથ્થાની જાહેરાત કરાશે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું હતું કે, હાલ સમગ્ર રાજ્યમા કોરોનાની સ્થિતિ સારી છે. કેસો સતત ઘટી રહ્યા છે. અનેક ક્ષેત્રોમાં છૂટછાટ આપવામાં આવી રહી છે. વેક્સીનેશનનું કામ પણ પુર જાેશમાં ચાલી રહ્યું છે. આગામી રવિવારે જેમને બીજાે ડોઝ બાકી છે તેવા જ વ્યક્તિઓ માટે સ્પેશ્યલ કેમ્પ કરવામાં આવશે. આ રવિવારે બીજા ડોઝ માટે વેક્સીનેશનની કામગીરી ચાલશે.
તેમણે જણાવ્યું હતું કે, કોર ગ્રુપ મીટીંગમાં ત્રીજી લહેરની સમીક્ષા માટે સતત આયોજન કરી રહ્યા છીએ. દુનિયા અને ભારતના કેટલાક રાજ્યમાં કોરોના કેસો આવી રહ્યા છે. ગુજરાતમાં જરૂરિયાત ઉભી થાય તો તેનું આયોજન કરાઈ રહ્યું છે.૧ કરોડ ૬૧ લાખ આરટી-પીસીઆર ટેસ્ક કર્યા છે. ૯૧ લાખ જેટલા રેપીડ ટેસ્ટ રાજ્ય સરકારે અત્યાર સુધી કર્યા છે. ખાનગી લેબ મા આરટી-પીસીઆર ટેસ્ટ હવે ૪૦૦ રૂપિયામાં જ ટેસ્ટ કરશે. ૩૦૦ રૂપિયા નો રાજ્ય સરકારે ઘટાડો કર્યો છે. ખાનગી લેબ ઘરે જઇ મેં ટેસ્ટ કરે તો અત્યાર સુધી ૯૦૦ રૂપિયા દર હતો જેમા ૩૫૦ ઘટાડો કર્યા જેથી હવે ૫૫૦ જ ચાર્જ લઈ શકશે.
તેમણે ઉમેર્યું હતું કે, એરપોર્ટ પર અત્યાર સુધી ૪૦૦૦ હતો જેમા ૧૩૦૦ નો ઘટાડો કરી ને ૨૭૦૦ ચાર્જ લઇ શકશે. એચઆરટીસીમા હજાર દર હતો જેમા ૫૦૦ નો ઘટાડો કરીને ૨૫૦૦ નો દર રહેશે. સીટી સ્કેન મશીનોની રાજ્યમાં વધતી જતી જરૂરિયાતની માંગણીને લઈને વેવ ૩ માટે અમે આયોજન કર્યું છે. જિલ્લા કક્ષાની હોસ્પિયલ માટે નવા ૧૭ સીટી સ્કેન મશીનો ખરીદવામાં આવશે. રાજ્યની મેડિકલ કોલેજ અને જિલ્લા હોસ્પિટલમાં સીટી સ્કેન મશીન વસાવવા માટે ૮૨.૫૦ કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવશે. સોલા ગાંધીનગર ગોત્રી ૩ મેડિકલ કોલેજમાં એમઆરઆઇ મશીન ખરીદવા માટેની મજૂરી સરકારે આપી છે. ૧૧૨ કરોડ રૂપિયા ના અલગ અલગ હોસ્પિટલના મશીનો ખરીદવા રાજ્ય સરકાર મજૂરી આપી છે.સરકારી કર્મચારીઓના અટકાયેલ મોંઘવારી ભથ્થા સંદર્ભે નીતિન પટેલે નિવેદન આપ્યું હતું કે, કેન્દ્ર સરકારે જે જાહેરાત કરાઈ છે તેના સવાયા લાભ સાથે રાજ્ય સરકાર કમરચારીઓ માટે ટુક સમય મોંઘવારી ભથ્થાની જાહેરાત કરશે.
આગામી ૭ ઓગસ્ટના રોજ સરકારને ૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જેના સંદર્ભે રાજ્ય સરકાર ૯ દિવસ અલગ અલગ કાર્યક્રમો કરી રહી છે. જેના માટે પ્રધાનમંત્રી અને ગૃહ મંત્રીને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા રાજ્ય સરકારે આમંત્રણ આપવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને આમંત્રણ આપ્યું છે. લગભગ પીએમ અને ગૃહ મંત્રી ૯ દિવસો પૈકી કોઈ એક દિવસ માટે સમય ફાળવશે અને વચ્ર્યુલી આ કાર્યક્રમમાં જાેડાશે.

Related posts

પી.ડી વસાવાએ રાજપીપળા પાલિકાના સફાઈ કર્મીઓની મુલાકાત લીધી

aapnugujarat

કોંગ્રેસ આંદોલનકારી સાથે ડબલ રમત રમે છે : ભાજપ

aapnugujarat

ગોધરામાં બાઈક ચોરીનો આરોપી ફરાર

editor

Leave a Comment

UA-96247877-1