Aapnu Gujarat
ગુજરાત

ગોધરામાં બાઈક ચોરીનો આરોપી ફરાર

પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે આવેલા ક્વોરોઇન્ટાઇન સેન્ટર ખાતેથી બાઇક ચોરીનો આરોપી ફરાર થઇ જતા પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.પોલીસે આ મામલે ફરાર આરોપીની વ્યાપક શોધખોળ હાથ ધરી છે. જીલ્લામાં કોરોના મહામારીને લઇને ક્વોરોઇન્ટાઇન સેન્ટર બનાવામાં આવ્યાં છે,ગોધરા શહેરના છેવાડે આવેલા ધોળાકુવા ખાતે આવેલ મકાઈ સંશોધન કેન્દ્રની બિલ્ડીંગના સરકારી ક્વોરોઇન્ટાઇન સેન્ટરમાં રાખવામાં આવેલ બાઈક ચોરીનો આરોપી સંગ્રામ રાઠોડ બાથરૂમના વેન્ટીલેશનના કાચ તોડી ફરાર થઈ ગયો હતો. ફરાર થયાની જાણ પોલીસને થતા પોલીસ બેડામાં દોડધામ મચી જવા પામી હતી.નોંધનીય છેકે નાસી જનાર આરોપીએ વેજલપુરથી બાઈક ચોરી કરી હતી. કાલોલ પોલીસે બાઈક સાથે ઝડપી પાડ્યો હતો.ત્યારબાદ કોવિડ૧૯ના પરીક્ષણ માટે ગોધરા સરકારી ક્વોરોઇન્ટાઇન સેન્ટર ખાતે મોકલાયો હતો.હાલ પોલીસે આરોપીને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે.
(તસવીર / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

डेढ़ दशक में १ हजार से ज्यादा सब स्टेशनों का निर्माण हुआ : ऊर्जा मंत्री चीमनभाई सापरिया

aapnugujarat

ગુજરાત ગજવશે ભાજપ-કોંગ્રેસ : તમામ બેઠકો પર મતદારોને રિઝવવાનો પ્લાન

aapnugujarat

धानेरा शहर से १२,५५० मैट्रिक टन घन कचरे का निकाल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1