Aapnu Gujarat
ગુજરાત

ગુજરાત ગજવશે ભાજપ-કોંગ્રેસ : તમામ બેઠકો પર મતદારોને રિઝવવાનો પ્લાન

ગુજરાતમાં આગામી ૨૩ એપ્રિલે લોકસભા ચૂંટણીનું મતદાન થશે. ગઇ કાલથી જ ગુજરાતમાં દરેક પાર્ટીનાં નેતાઓ ચૂંટણી પ્રવાસ કરી રહ્યા છે. તાજેતરમાં પીએમ મોદી જુનાગઢ અને સોનગઢની મુલાકાતે આવ્યાં હતાં. તેમજ ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. જો કે આગામી દિવસોમાં કોંગ્રેસનાં પ્રમુખ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે.કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ૧૯મીએ ગુજરાતમાં ૩ સભાઓ કરશે. પાટણ, દાહોદ અને બારડોલીમાં રાહુલ ગાંધી ચૂંટણી સભાને સંબોધન કરશે. બીજી તરફ ૧૫મીએ રાહુલ ગાંધી અમરેલીમાં સભા કરશે. અમરેલી લોકસભા બેઠક પર કોંગ્રેસનાં ઉમેદવારી તરીકે વિપક્ષીનેતા અને અમરેલીનાં ધારાસભ્ય પરેશ ધાનાણી મેદાનમાં છે.પાટીદાર મતદારોનાં વર્ચસ્વ વાળી અમરેલી બેઠકની તમામ ધારાસભ્યો કોંગ્રેસનાં છે. તેમજ સમગ્ર સૌરાષ્ટ્રમાં કોંગ્રેસે સશક્ત પ્રદર્શન કર્યુ હતું. આ તરફ ૧૮મી એપ્રિલે પ્રિયંકા ગાંધી આદિવાસી વિસ્તારમાં સભાને સંબોધન કરશે. પ્રિયંકા ગાંધી અંબાજી માતાના દર્શન કરીને સભાનું સંબોધન કરશે. આ સિવાય પૂર્વ ક્રિકેટર અને પંજાબ સરકારમાં પ્રધાન નવજોત સિંહ સિદ્ધુ પણ ૧૬મીએ ૪ સભાઓ કરશે.લોકસભા ચૂંટણી માટે હવે ભાજપે ઝંઝાવતી પ્રચારની શરૂઆત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ૪ બેઠક માટે પ્રચાર કરશે ત્યારબાદ આગામી દિવસોમાં હજુ વડાપ્રધાન મોદી બે વખત ગુજરાત આવશે. અને વધુ ૮ બેઠક માટે પ્રચાર કરશે. મોદી ૧૭મીએ સુરેન્દ્રનગર અને આણંદ ખાતે જાહેર સભાને સંબોધશે. ૨૦મીએ પાટણ ખાતે ઉત્તર ગુજરાતની ચાર બેઠકો માટે જાહેર સભા યોજશે.બીજી તરફ ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પોતાની ગાંધીનગર લોકસભા બેઠકમાં પ્રચાર માટે ૧૪મી એપ્રિલે ફરી ગુજરાત આવશે. આ દિવસે તેઓ ગાંધીનગરથી કલોલ સુધી રોડ શો કરશે. તેમજ જાહેર સભાને પણ સંબોધન કરશે. ભાજપ પોતાનાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચારને કારણે જ વખણાય છે, કારણ કે દરેક મોરચે પ્રચાર કરવા માટે ભાજપ રોજ નવી રણનિતી ઘડે છે.પીએમ મોદી અને રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ સિવાય ભાજપના કેન્દ્રીય નેતાઓ અને અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ ગુજરાતમાં ઝંઝાવતી પ્રચાર કરશે. આગામી ૧૨ થી ૧૮ એપ્રિલ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ, વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ, નીતિન ગડકરી, સ્મૃતિ ઇરાની તેમજ વિદેશ રાજ્યપ્રધાન વી.કે.સિંહ ચૂંટણી સભા કરશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પ્રચાર કરશે.

Related posts

ગુજરાત યોગમય બન્યું

aapnugujarat

રાજયમાં આગામી સમયમાં ૧૦ કરોડ વૃક્ષનું વાવેતર થશે : મુખ્યમંત્રી

aapnugujarat

कोरोना टेस्ट के लिए अब डॉक्टर की सिफारिश या प्रिस्क्रिप्शन की जरूरत नहीं

editor

Leave a Comment

UA-96247877-1