Aapnu Gujarat
ગુજરાત

રાજયમાં આગામી સમયમાં ૧૦ કરોડ વૃક્ષનું વાવેતર થશે : મુખ્યમંત્રી

વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે આજે અમદાવાદ ખાતે યોજવામાં આવેલા કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પર્યાવરણની જાળવણીની ચિંતા વ્યકત કરતા આગામી સમયમાં ૧૦ કરોડ વૃક્ષો વાવવાનું સરકારનું આયોજન હોવાનું કહી વન અને પર્યાવરણ વિભાગ પાસે જથ્થો ઉપલબ્ધ છે ત્યારે લોકોને અને સંસ્થાઓને વધુને વધુ રોપાઓનું વાવેતર કરવા અપીલ કરી હતી. આ સાથે જ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં અનેક કાર્યોનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતુ.આજે અમદાવાદના ટાગોરહોલ ખાતે આયોજિત કરવામાં આવેલા એક કાર્યક્રમમાં અમદાવાદ શહેરને સ્વચ્છ બનાવવા માટે ટોકન ડસ્ટબિનનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં આવેલી સોસાયટીઓ અને બંગલાઓમાં બે અલગ અલગ કલરના ડસ્ટબિન આપવામાં આવશે.જેમા ભીનો અને સુકો કચરો અલગ રાખવાનો રહેશે. મુખ્યમંત્રી દ્વારા ટોકન ડસ્ટબિનનું વિતરણ કરવામાં આવ્યા બાદ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં સાંજના સમયથી ડસ્ટબિનનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતુ. આ ઉપરાંત વિવિધ સંસ્થાઓ, એનજીઓ વગેરેને કચરાનું ખાતરમાં રૂપાંતર કરવા કમ્પોસ્ટરનું પણ વિતરણ કરવામાં આવ્યુ હતુ.ગ્રીન એકશન પ્લાન હેઠળ અમદાવાદ શહેરમાં આ વર્ષના જુન માસથી આગામી વર્ષના મે માસ સુધી અલગ અલગ કાર્યક્રમો જેવા કે બાયોડાયવર્સીટી સ્ટડી, વન મહોત્સવ, ગ્રીન વોક, ઓર્ગેનિક કીચેન ગાર્ડન શોપ, બોન્ઝાઈ વર્કશોપ, પર્યાવરણ થીમ આધારીત ચિત્ર સ્પર્ધા, આયુર્વેદીક પ્લાન્ટનું વૃક્ષારોપણ અને વિતરણ વગેરે જેવા કાર્યક્રમો સાથેના કેલેન્ડરનું પણ વિમોચન કરવામાં આવ્યુ હતુ. મુખ્યમંત્રી દ્વારા આજે વૃક્ષારોપણ માટે ખાસ તૈયાર કરવામાં આવેલી પ્લાન્ટેશન ઓન ડીમાન્ડ નામની એપ્લિકેશન લોન્ચ કરતા પર્યાવરણને લઈને ચિંતા વ્યકત કરવામાં આવી હતી.તેમણે કહ્યુ,રાજયમાં આગામી સમયમાં ૧૦ કરોડ વૃક્ષો વાવવામાં આવશે આ માટે વન અને પર્યાવરણ વિભાગ પાસે પુરતો જથ્થો છે ત્યારે લોકોએ વધુને વધુ વૃક્ષો વાવવા આગળ આવવું જોઈએ.નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ અને મેયર ગૌતમ શાહે પણ લોકોને વધુ વૃક્ષારોપણ કરવા આગળ આવવાની અપીલ કરતા અમદાવાદને ગ્રીન અમદાવાદ બનાવવા અપીલ કરી હતી.અમદાવાદ શહેરમાં રૂપિયા ૧.૫૦ લાખના ખર્ચથી તૈયાર કરવામાં આવેલી બેટરી સંચાલીત ગાર્બેઝ કલેકશન ઈ-રીક્ષાનું મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.હાલ અમદાવાદ શહેરમાં બે રીક્ષાથી શરૂ કરવામાં આવેલા પ્રોજેકટને ૧૦૦ રીક્ષા સુધી લઈ જવામાં આવશે.જે જાહેરમાં ગંદકી કરનારાઓ પાસેથી દંડ પણ વસુલ કરશે.આ ઉપરાંત શહેરના ઠકકરબાપાનગર વોર્ડમાં રૂપિયા ૨૮.૯૨ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલા ગાર્ડનને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.જયારે રૂપિયા ૬૭.૬૭ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલા સરદારનગર અને રૂપિયા ૬૬.૦૬ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલા બહેરામપુરા અર્બન હેલ્થ સેન્ટરનું પણ લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.શહેરમાં છ ઝોનમાંથી લોકોને ડસ્ટબિનનું વિતરણ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે.આ પ્રસંગે મંત્રીઓ,ધારાસભ્યો,વિવિધ પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

Related posts

ખેડા જિલ્લામાં ઠેર ઠેર ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી

aapnugujarat

દિયોદરની શ્રી વી.કે.વાઘેલા હાઈસ્કુલ એનસીસી દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

aapnugujarat

ડૉ.બાબા સાહેબ આંબેડકરને મહાત્મા ગાંધી સાહિત્ય મંચ દ્વારા ગુજરાતી કવિ સંમેલન યોજી શ્રદ્ધાંજલિ અપાઈ

editor

Leave a Comment

UA-96247877-1