Aapnu Gujarat
ગુજરાત

32 કરોડના ખર્ચે આધુનિક સાધનોથી સુસજ્જ કેન્સર હોસ્પિટલનુ લોકાર્પણ થશે

સુરેશ ત્રિવેદી, ભાવનગર

ભાવનગર ખાતે લોકો ને અદ્યતન સારવાર મળે માટે ગુજરાત સરકાર દ્વારા કેન્સર હોસ્પિટલ તા.20 જુલાઈ મંગળવારે ના રોજ સવારે 10 વાગે લોકર્પણ થનાર છે એ હોસ્પિટલ માહિતી  ગ્રાઉન્ડ સાથે 3 માળ ની હોસ્પિટલ માં 2150 ચો મિટર નું બાંધકામ થયેલું છે. આ હોસ્પિટલ માં 72 બેડ હશે. જેમાં એરકન્ડિશન વાળા સ્પેશિયલ રૂમ પણ હશે.કેન્સર માટે  કિમો થેરેપી તો અપાશે. પણ એ ઉપરાંત અદ્યતન  રેડિયો થેરેપી સારવાર પણ ઉપલબ્ધ થનાર છે.રેડિયો થેરેપી માટે ત્રણ પ્રકાર ના અદ્યતન મશીનો ઉપલબ્ધ કરવા માં આવેલ છે. લીનીયર એક્સલેટર  જે શરીર ના બાહ્ય ભાગ માં રેડીયો થેરેપી અપાશે જે મશીન ની કિંમત આશરે 19 કરોડ ની છે.બ્રેકી થેરેપી  શરીર ના આંતરિક અંદર ના ભાગ ને રેડિયો થેરેપી આપવા જેની કિંમત આશરે 1.5 કરોડ જેટલી છે.
સિટી સેમ્યુલેટર  જે ભાગ માં રેડિયો થેરેપી આપવા ની હોય તેનું બસિટી સ્કેન કરશે આશરે 4.47 કરોડ ની કિંમત નું હશે. આમ કુલ આશરે 25 કરોડ ના માત્ર સાધનો આ હોસ્પિટલ ને સરકાર તરફ થિ ઉપલબ્ધ બન્યા છે. બિલ્ડીંગ ના બાંધકામ સહિત કિંમત આશરે 32. કરોડ* ની રકમ થી બનેલ આ હોસ્પિટલ છે . અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જ એમના જ ડોકટરો સ્ટાફ દ્વારા સારવાર મળનાર છે.માટે એમ કહી શકાય કે હવે  અમદાવાદ ના ડોકટરો દ્વારા સારવાર મળનાર છે.બીજા શબ્દો માં કહી શકાય કે અમદાવાદ ના ડોકટરો ભાવનગર આવી સારવાર આપશે પેશન્ટને અમદાવાદ નહિ જવું પડે.હવે દર્દીઓ ને અમદાવાદ જવું ત્યાં રહેવા જમવા અને અન્ય વ્યવસ્થા માં પણ ખરચો થતો હોય તે સારવાર ઘર આંગણે મળશે.
આ હોસ્પિટલ બનાવવા સારવાર ભાવનગરીઓ ને મળે તેવો સતત પ્રયત્ન કરનાર ગુજરાત સરકાર ના મંત્રી અને ભાવનગર ના ધારાસભ્ય એ માહિતી આપતા જણાવેલ છે કે ભગવાન ને પ્રાર્થના કરું કે ભાવનગર ના કોઈ લોકો ને આ કેન્સર રોગ થાય જ નહિ પણ જો થાય તો સારવાર ઘરે બેઠા મળે.

Related posts

ડીસા ખાતે લિંબચ યુવા સંગઠન દ્વારા ચિંતન શિબિરનું આયોજન કરાયું

aapnugujarat

खाडिया जमालपुर और बहेरामपुरा में महासंपर्क : विजय रुपाणी का सभी जगह पर भव्य स्वागत

aapnugujarat

એકિટવા પર રહેલી યુવતીને મ્ઇ્‌જીની બસે ટક્કર મારી : યુવતીનું મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1