Aapnu Gujarat
ગુજરાત

ડીસા ખાતે લિંબચ યુવા સંગઠન દ્વારા ચિંતન શિબિરનું આયોજન કરાયું

વર્તમાન સમયમાં શિક્ષણનું ખૂબ મહત્ત્વ વધી ગયું છે અને શિક્ષણ થકી સમાજની ઓળખ બની ગઈ છે ત્યારે નાઈ સમાજ પ્રગતિના પંથે બને અને આગળ વધે તે હેતુથી બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે લિંબચ યુવા સંગઠન બનાસકાંઠા દ્વારા ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. પધારેલા મહેમાનો દ્વારા દીપ પ્રગટાવી ચિંતન શિબિરને ખુલ્લી મૂકી હતી. આ ચિંતન શિબિરમાં આગામી સમયમાં લિંબચ યુવા સંગઠન પ્રગતિ કરે અને મજબૂત સંગઠન બને એ હેતુથી વિવિધ એજન્ડા રજૂ કરવામાં આવ્યાં હતાં. જોકે નાઈ સમાજ એક મહત્વનો સમાજ માનવામાં આવે છે. માત્ર શિક્ષણ થકી સમાજની ઓળખ છે એ માન્યતાની સાથે સાથે સમાજના રીતિ-રિવાજોને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. સમાજના રીતિ – રિવાજો અને શિક્ષણ બંને સાથે મળે તો જ સમાજનો વિકાસ થાય છે. આ ચિંતન શિબિરમાં ગુજરાત રાજ્ય પ્રદેશ પ્રમુખ કલ્પેશ નાઈ, બનાસકાંઠા જિલ્લા લિંબચ યુવા સંગઠન પ્રમુખ વિનોદ નાઈ, દાનાભાઈ નાઈ,મહેન્દ્ર નાઈ, કમલેશ ગોહિલ, વાહજીભાઈ નાઈ, શૈલેષ નાઈ, નવીન નાઈ, બી. કે. નાઈ, કનુભાઈ નાઈ, રઘુભાઈ નાઈ સહિત બનાસકાંઠા જિલ્લાના ડીસા, પાલનપુર, દિયોદર, વાવ, થરાદ, ભાભર સહિત તાલુકાઓના પ્રમુખ-ઉપપ્રમુખ તેમજ વડીલો, સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને ચિંતન શિબિર સફળ બનાવી હતી.
જો.કે નાઈ સમાજની વાત કરીએ તો નાઈ સમાજમાં કેટલાય નાના-મોટા કુરીવાજો જોવા મળી રહ્યા છે. જો કુરિવાજો દૂર થાય તો નાઈ સમાજ પ્રગતિના પંથે આગળ વધી શકે છે અને એક મોટી નામના પણ મેળવી શકે છે. જોકે નાઈ સમાજના વિકાસ માટે આગામી સમયમાં પાલનપુર ખાતે મહત્વ બેઠક પણ યોજાશે.

(તસવીર / અહેવાલ : રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

મહિલા વ્યાજખોરની હત્યાના મામલે થયેલો નવો ખુલાસો

aapnugujarat

गुजरात में 14 अगस्त तक भारी बारिश का पूर्वानुमान

editor

શંકરસિંહ વાઘેલાએ એનસીપી સાથે કરી બેઠક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1