Aapnu Gujarat
ગુજરાત

મહિલા વ્યાજખોરની હત્યાના મામલે થયેલો નવો ખુલાસો

શહેરના રાણીપ વિસ્તારમાં રહેતી વ્યોજખોર મહિલાની પઠાણી ઉઘરાણીથી તંગ આવી જઇ સાબરમતી વિસ્તારમાં રહેતા એક દંપતિએ બહુ પ્લાનીંગ સાથે વ્યાજખોર મહિલાનું કાસળ કાઢી નાંખ્યું હતું. ગત મહિને કડી-કરણનગર રોડ પર રાજવી બંગલોઝની બાજુમાંથી પસાર થતી રેલ્વે લાઇન નજીક બાવળની ઝાડીમાંથી મળી આવેલી અજાણી મહિલાની લાશના પ્રકરણમાં પોલીસે એફએએસએલની મદદથી હાથ ધરેલી તપાસમાં સમગ્ર ઘટનાક્રમનો ખુલાસો અને પર્દાફાશ થયો હતો. જે મુજબ, આરોપી દંપતિએ વ્યાજખોર મહિલાને કડી ખાતે રહેતા સંબંધીના ત્યાંથી પૈસા આપવાના બહાને કડી-કરણનગર રોડ પર અવાવરૂ જગ્યાએ લઇ દુપટ્ટાથી ગળે ટુંપો દઇ મહિલાની હત્યા કરી નાંખી હતી અને બાદમાં તેની લાશ બાવળની ઝાડીમાં ફેંકી દીધી હતી. જો કે, મહેસાણા એલસીબી અને ક્રાઇમબ્રાંચની ટીમે ગણતરીના કલાકોમાં આરોપી દંપતિને ઝડપી લીધા હતા અને તેમની વિરૂધ્ધ આ કેસમાં જરૂરી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ચકચારભર્યા આ કેસની વિગત એવી છે કે, સાબરમતી વિસ્તારમાં અચેર ગામમાં રહેતા નારણ સલાટે તેના ભાઇની સારવાર માટે રાણીપ વિસ્તારમાં રહેતી અને વ્યાજે નાણાં આપવાનો ધંધો કરતી ૫૫ વર્ષીય જયશ્રીબહેન ઉર્ફે જીવીબહેન કાન્તિભાઇ પટેલ પાસેથી રૂ.૫૦ હજાર પાંચ ટકા વ્યાજે લીધા હતા. નારણ સલાટ સમયાંતરે વ્યાજે લીધેલા પૈસાનું સમયાંતરે વ્યાજ ચૂકવતો હતો, જેમાં તેણે રૂ.૩.૫૦લાખથી વધુ રકમ તો ચૂકવી દીધી હતી, પરંતુ તેમછતાં રૂ.૫૦ હજારની મૂળ રકમ વ્યાજખોર મહિલા બાકી કાઢતી હતી અને તેની ઉપરના વ્યાજની વારંવાર કડક ઉઘરાણી કરતી હતી, જેનાથી નારણ સલાટ કંટાળી ગયો હતો અને તેથી વ્યાજખોર જયશ્રીબહેનનું કાસળ કાઢવાનો તેણ પ્લાન ઘડી કાઢયો હતો. આ માટે તેણે બનાવના બે દિવસ પહેલાં ઘટનાસ્થળની રેકી પણ કરી હતી. દરમ્યાન તા.૯મી માર્ચે નારણ સલાટે જયશ્રીબહેનને ફોન કરી કડીમાં તેમના પરિચિતના ત્યાંથી રૂપિયા લેવાના હોઇ તમે સાથે આવો એમ કહી તેમને પોતાની રીક્ષામાં બેસાડયા હતા અને જયશ્રીબહેનને શંકા ના પડે તે માટે પોતાની પત્નીને પણ સાથે લીધી હતી. દરમ્યાન કડી-કરણનગર રોડ પર અવાવરૂં જગ્યાએ લઇ જઇ તેમણે જયશ્રીબહેનને ગળે દુપટ્ટા વડે ફાંસો આપી દીધો હતો અને ઠંડા કલેજે હત્યા કરી નાંખી હતી. બાદમાં લાશને નજીકની અવાવરૂ બાવળની ઝાડીમાં ફેંકી દીધી હતી.
એટલું જ નહી, આરોપી દંપતિએ આધેડ વ્યોજખોર મહિલાની હત્યા બાદ તેણીની સોનાની ચેઇન, બુટ્ટી, બંગડી, મોબાઇલ અને પગની સેરો પણ લૂંટી લીધી હતી. આ સમગ્ર હત્યા પ્રકરણમાં મહેસાણા પોલીસ અને ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ હાથ ધરેલી તપાસમાં મૃતકના મોબાઇલ ડેટા અને મોબાઇલ ટાવર લોકેશનના આધારે બનાવના દિવસે નારણ સલાટ અને જયશ્રીબહેન સાથે જ હોવાનું ખૂલ્યું હતુ, તેથી તે દિશામાં પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરતાં આરોપી દંપતિ પોલીસના સકંજામાં ઝડપાઇ ગયા હતા અને તેમણે પોતાના ગુનાની કબૂલાત કરી લીધી હતી.

Related posts

આઠ વિધાનસભાની પેટાચૂંટણી માટે બે-બે ઇન્ચાર્જની નિમણૂક કરવામાં આવેલ છે : ભરત પંડ્યા

editor

शहर में तीन महीने में २९८ पानी के सेम्पल अनफिट घोषित हुए

aapnugujarat

10 એપ્રિલે અમિત શાહ ગુજરાત આવશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1