Aapnu Gujarat
ગુજરાત

10 એપ્રિલે અમિત શાહ ગુજરાત આવશે

આગામી 10 એપ્રિલ રવિવારના રોજ ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના શુભ હસ્તે અને વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રના વિવિધ કાર્યક્રમોના ઉદઘાટન અને લોકાર્પણ કરવામાં આવશે.
અમિત શાહના અમદાવાદમાં પણ કાર્યક્રમો રહેશે. 15 દિવસમાં અમિત શાહનો આ બીજો ગુજરાતનો પ્રવાસ છે. મહિનામાં 3 વાર તેઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.
બપોરે ૨:૦૦ કલાકે જી.આઇ.ડી.સી. ગાંધીનગર ખાતે ગુજકોમાસોલ નિર્મિત ” શ્રી ત્રિભુવનદાસ પટેલ સહકાર ભુવન”નું લોકાર્પણ
બાદમાં નાબાર્ડ અને જી.એ.સી. બેંકના ઉપક્રમે બાવળા તાલુકાના રજોડા ખાતે સાંજે ૪:૩૦ કલાકે ” મોડેલ કો – ઓપરેટીવ વિલેજ”નો શુભારંભ કરવામાં આવશે.
આ ઉપરાંત અમિત શાહની વિશેષ ઉપસ્થિતિમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે બપોરે ૧:૦૦ કલાકે રાષ્ટ્રીય સહકારીતા ડેરી સંઘ દ્વારા સ્વર્ણિમ જયંતિ ઉજવણી અને ઇ માર્કેટ એવોર્ડ્સ કાર્યક્રમ યોજાશે.
અગાઉ માર્ચ મહિનાની મુલાકાતમાં સિવિલ હોસ્પિટલ ખાતે સ્પિચ લેન્ગવેજ,પેથોલોજી કોલેજ અને ગરીબ જરૂરિયાત મંદો માટે ભોજન વ્યવસ્થાનો શુભારંભ કરાવ્યો હતો.
જી.ડી પાર્ટી પ્લોટ સોલા અમદાવાદ ખાતે એ.એમ.સી દ્વારા નિર્મિત વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ તેમજ ખાતમુહુર્ત તેમજ બોપલ ઇકોલોજીકલ પાર્કનું લોકાર્પણ આ પહેલા કર્યું હતું.

Related posts

સુરેન્દ્રનગરના લખતર ખાતે પાઇપ લાઇન યોજનાનું ખાતમુહૂર્ત

editor

पर्यटकों की सुरक्षा के लिए स्टैच्यू ऑफ यूनिटी में अब ड्रोन से होगी निगरानी

aapnugujarat

રાજકોટમાં ઓક્સિજનની અછત

editor

Leave a Comment

UA-96247877-1