Aapnu Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગરના લખતર ખાતે પાઇપ લાઇન યોજનાનું ખાતમુહૂર્ત

સુરેન્દ્રનગરથી અમારા સંવાદદાતા ભરતસિંહ પરમાર જણાવે છે કે,સુરેન્દ્રનગર જિલ્લાના અંદાજે ૨૦ હજારની વસ્તી ધરાવતા તેમજ આર-અર્બન વિલેજ હેઠળ સમાવેશ થયેલ લખતર ગામના લોકોને ઘરે ઘરે નિયમિત અને પુરતા પ્રેસરથી પાણી પહોંચે તે માટે અંદાજિત રૂપિયા ૧.૮૯ કરોડના ખર્ચે નિર્માણ પામનાર પાઇપ લાઈન તેમજ ટાંકી બનાવવાની યોજનાનું રાજયના પાણી પુરવઠા મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ ખાતમુહૂર્ત કર્યું હતુ.

આ ખાતમુહૂર્ત પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા પ્રભારી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રીના વર્ષ ૨૦૨૨ સુધીમાં રાજ્યના ઘરે ઘરે પીવા લાયક પાણી આપવાના સંકલ્પને સાચા અર્થમાં સાર્થક કરવાની દિશામાં આપણે એક પગલું માંડવા જઈ રહ્યા છીએ. લખતર ગામની પાણીની સમસ્યાના નિરાકરણ માટે આશરે ૧,૮૯,૩૩,૭૨૬/- રૂપિયાના ખર્ચે આ યોજના તૈયાર થવા જઈ રહી છે, ત્યારે આવનારા સમયમાં આ યોજના થકી લખતરના દરેક ઘરે પૂરતા પ્રેશરથી અને નિયમિત પાણી મળવાનું શરુ થશે. લોકભાગીદારીથી શરુ થયેલા આ કામમાં લખતર ગામના સરપંચ અને પાણી સમિતિના સભ્યો સહિત ગ્રામજનોએ અંગત રસ લઈ ઘર દીઠ એક હજાર રૂપિયાનો ફાળો એકઠો કર્યો એ ખરેખર સરાહનીય છે.

પ્રભારી મંત્રીશ્રીએ આ યોજના પર કામ કરનારી સંસ્થા તેમજ લગત અધિકારીઓને કામને ઝડપી પૂરું કરવા તેમજ કામની ગુણવત્તા બાબતે કોઈ ચૂક ન થાય તે જોવા અનુરોધ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્રોજેક્ટમાં ૧૪ લાખ લીટરની ક્ષમતા ધરાવતો આર.સી.સી અંડરગ્રાઉન્ડ સંપ અને ૭ લાખ લીટરની ક્ષમતા ધરાવતો ઈ.એસ.આર એમ બે ઘટકો સાથે ગામમાં ૭૫ થી ૩૧૫ એમ.એમ ડાયામીટરની પી.વી.સી. પાઇપ લાઈન ગોઠવવામાં આવશે. જેથી ગામના તમામ કુટુંબોને જરૂર મુજબનું પાણી મળી રહે. આ યોજનાની સમગ્ર તાંત્રિક મંજૂરી, વહીવટી મંજૂરી તથા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઇ ગયેલ છે. આ પ્રોજેક્ટ આશરે ૫ થી ૬ મહિનામાં પૂરો કરવાના ઉદ્દેશ સાથે તેનું પ્રભારી મંત્રીશ્રીના હસ્તે ખાતમુહૂર્ત કરી કામગીરીની શરૂઆત કરવામાં આવી છે.

આ પ્રસંગે વાસ્મોના કાર્યપાલક ઇજનેરશ્રી જુમાનાબેન રંગવાલા, વાસ્મોના જિલ્લા કોર્ડીનેટરશ્રી તક્ષેશભાઈ મંડલી, લખતર તાલુકા પ્રમુખ કીર્તિરાજસિંહ રાણા, સરપંચશ્રી પ્રહલાદભાઈ ચાવડા, ઉપસરપંચ, પાણી સમિતિના તેમજ પંચાયતના સભ્યો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

ખેડૂતને મહેનતના પૂરેપૂરા ભાવ મળે તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ : કૌશિક પટેલ

aapnugujarat

राज्य के सामाजिक न्याय और अधिकारिता मंत्री इश्वर परमार से १.५ करोड़ मांगने वाली महिला की गिरफ्तारी

aapnugujarat

શિક્ષણ, પર્યાવરણ અને સામાજિક સમસ્યા જેવા વિષયો પર વિદ્યાર્થીઓ અને જાપાનના ફર્સ્ટ લેડી શ્રીમતી આબે વચ્ચે ચર્ચા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1