Aapnu Gujarat
રાષ્ટ્રીય

રજનીકાંતના રાજકારણને રામ-રામ

દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપર સ્ટાર રજનીકાંતે આખરે રાજકારણને કાયમ માટે અલવિદા કહેવાનુ નક્કી કરી લીધુ છે.સોમવારે રજનીકાંતે પોતાની રાજકીય પાર્ટી રજની મક્કલ મંદરમને પણ વિખેરી કાઢી છે.રજનીકાંતે કહ્યુ હતુ કે, ભવિષ્યમાં રાજકારણમાં આવવાની કોઈ યોજના નથી.હવે મારુ સંગઠન રજની રસીગર નરપાની મંદરામના નામથી લોકોના હિત માટે કામ કરતુ રહેશે.
આ પહેલા રજનીકાંતે ૨૯ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ એલાન કર્યુ હતુ કે, હું રાજનીતિમાં આવવાનો નથી.પણ હાલમાં જ તેમણે ફરી કહ્યુ હતુ કે, રાજનીતિમાં ઝુકાવવા માટે હું ચર્ચા કરીશ.જાેકે હવે પોતાની પાર્ટીને વિખેરી કાઢીને તમામ અટકળો પર રજનીકાંતે પૂર્ણવિરામ મુકી દીધુ છે.આ પહેલા રજનકાંતે એમ પણ કહ્યુ હતુ કે, જાન્યુઆરી ૨૦૨૧માં હું પાર્ટી લોન્ચ કરીશ અને આ પાર્ટી તામિલનાડુ વિધાનસભાની ચૂંટણી પહેલા લોન્ચ થવાની હતી પણ ડિસેમ્બરમાં રજનીકાંતે યુ ટર્ન માર્યો હતો અને રાજકારણમાં નહીં આવવાની જાહેરાત કરી હતી.એ પછી રજનીકાંતના સંગઠનના ઘણા સભ્યોએ તામિલનાડુની બીજી રાજકીય પાર્ટીઓ જાેઈન કરી લીધી હતી.

Related posts

‘હું ભાજપની આઈટમ ગર્લ’ : આઝમ ખાન

aapnugujarat

ममता बनर्जी तीसरी बार बंगाल की सीएम बनेंगी : अभिषेक बनर्जी

aapnugujarat

आंदोलन को हमारा समर्थन, हिंसा को नहीं : मायावती

aapnugujarat

Leave a Comment

UA-96247877-1