Aapnu Gujarat
શિક્ષણ

કોરોના સંક્રમણ ઘટતાં પાંચ રાજ્યોમાં ફરીથી સ્કૂલ કોલેજાે ચાલુ થશે

કોરોના સંક્રમણમાં ઘટાડો થતાં જ ફરીથી એકવાર શૈક્ષણિક સંસ્થાઓ શરૂ થવા જઈ રહી છે. જાે કે રાજ્ય સરકારે સ્કૂલો ખોલવાનો ર્નિણય તો લીધો છે પરંતુ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું ફરજિયાત છે. કેટલાય રાજ્યોમાં સ્કૂલો શરૂ થઈ ગઈ છે તો કેટલાય રાજ્યોમાં સ્કૂલ ખોલવાની તૈયારીઓ થઈ રહી છે. ક્યા રાજ્યોમાં સ્કૂલો અને કોલેજાે ચાલુ થઈ ગઈ તેના વિશે જાણીએ.બિહારમાં ૧૨ જુલાઈથી શૈક્ષણિક સંસ્થાઓ ફરીથી ખુલી ગઈ છે. રાજ્યની ૧૧ અને ૧૨માની સ્કૂલ, કોલેજ, સરકારી અને પ્રાઈવેટ યુનિવર્સિટી તેમજ ટેકનિકલ ઈન્સ્ટીટ્યૂટ ૫૦ ટકા ક્ષમતા સાથે ખોલવામાં આવ્યા છે. રાજ્ય સરકારે તમામ સ્કૂલો અને કોલેજાેને કોરોના ગાઈડલાઈનનું સખ્તાઈથી પાલન કરવા આદેશ આપ્યો છે.હરિયાણા સરકારે ૧૬ જુલાઇથી સોશ્યલ ડિસ્ટન્સ સાથે ૯ થી ૧૨ વર્ગની શાળાઓ ફરીથી શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. તે જ સમયે ૬ થી ૮ ધોરણ માટેની શાળાઓ ૨૩ જુલાઈથી ફરી ખુલશે. આ સિવાય જાે પરિસ્થિતિ સામાન્ય રહેશે તો અન્ય વર્ગો માટે શાળાઓ ખોલવામાં આવશે. આ દરમિયાન ઓનલાઇન ક્લાસ પણ ચાલુ રહેશે.મહારાષ્ટ્ર સરકારે એવા વિસ્તારોમાં શાળાઓ ખોલવાનું નક્કી કર્યું છે જ્યાં છેલ્લા મહિનામાં કોરોના સંક્રમણનો કોઈ પોઝીટીવ કેસ નોંધાયો નથી. શાળાઓને ૧૫ મી જુલાઇથી ૮થી ૧૨ ધોરણના વિદ્યાર્થીઓ માટે ઓફલાઇન વર્ગો ફરી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે.કોરોના સંક્રમણના ઘટતા જતા કેસો વચ્ચે પુડુંચેરીમાં શાળાઓ ફરી એકવાર પ્રારંભ થઈ રહી છે. પુડુચેરીમાં પણ શાળાઓ ખોલવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રાજ્યના મુખ્ય પ્રધાન એન રંગસ્વામીએ શાળા શરૂ કરવાની જાહેરાત કરી છે. એન રંગસ્વામીએ જણાવ્યું હતું કે- ૯મા અને ૧૨ મા ધોરણના વિદ્યાર્થીઓ માટેની તમામ શાળાઓ ૧૬ જુલાઈથી ફરી ખુલશે. તમામ કોલેજાે પણ ૧૬ જુલાઇથી ફરી ખુલશે.આંધ્રપ્રદેશ સરકારે પણ રાજ્યમાં ૧૬ ઓગસ્ટથી તમામ સ્કૂલો ફરીથી ખોલવાનો ર્નિણય લીધો છે. આંધ્રપ્રદેશના શિક્ષણ મંત્રી ઓડિમુલપુ સુરેશે જાણકારી દેતાં કહ્યું હતું કે ઓનલાઈન ક્લાસ ૧૨ જુલાઈથી શરૂ થશે.કોરોના સંક્રમણના કારણે દેશભરમાં સ્કૂલો બંધ કરાઈ હતી. હવે સંક્રમણ ઘટતચાં સ્કૂલ કોલેજાે ફરીથી એકવાર ચાલુ કરાવા જઈ રહ્યા છે.

Related posts

ધો.૧૨ સામાન્ય પ્રવાહનું ૫૫.૫૫ ટકા પરિણામ જાહેર

aapnugujarat

ગુજરાતમાં ફી નિયમન ઝોનલ કમિટીઓના નિર્ણય સામે રજૂઆત કરવા રચાઇ નવી રીવિઝન સમિતિ

aapnugujarat

ધોરણ-૧૦નું રિઝલ્ટ આજે જાહેર કરાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1