Aapnu Gujarat
રમતગમત

વિરાટને કેપ્ટન તરીકે વધારે સમય આપવાની જરુર છે : રૈના

ભારતીય ક્રિકેટ ટીમ જ્યારથી ન્યૂઝીલેન્ડ સામે આઈસીસીની ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ હારી છે ત્યારથી કોહલીને કેપ્ટન પદે ચાલુ રહેવા દેવો જાેઈએ કે નહીં તે અંગે ક્રિકેટ ચાહકોમાં સામ-સામી દલીલો થઈ રહી છે.
આ વિવાદની વચ્ચે આઈપીએલમાં ચેન્નાઈ સુપરકિંગ્સ તરફથી રમતા ધરખમ બેટસમેન સુરેશ રૈનનુ માનવુ છે કે, વિરાટને કેપ્ટન તરીકે વધારે સમય આપવાની જરુર છે.રૈનાએ કહ્યુ હતુ કે, ભારત વિરાટની કેપ્ટનશિપ હેઠળ ત્રણ વખત આઈસીસી ટ્રોફીની નજીક પહોંચી ગયુ હતુ.જેમાં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલ, ૨૦૧૯ ક્રિકેટ વર્લ્ડ કપ સેમીફાઈનલ અને હાલમાં જ રમાયેલી આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ.
એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં રૈનાએ કહ્યુ હતુ કે, મારુ માનવુ છે કે, તે નંબર એક કેપ્ટન છે અને તેમના રેકોર્ડથી ખબર પડે છે કે તેમની પાસે ઘણી ઉપલબ્ધી છે.તે દુનિયાના નંબર વન બેટસમેન પણ છે.રૈનાએ આગળ કહ્યુ હતુ કે, એ વાત સાચી છે કે વિરાટે હજી એક પણ આઈસીસી ટ્રોફી જીતી નથી પણ મારુ માનવુ છે કે, તેમને વધારે સમય આપવાની જરુર છે.
આવનારા સમયમાં બે ટી-૨૦ વિશ્વ કપ, એક ૫૦ ઓવરનો વિશ્વકપ રમાવાનો છે.રૈનાએ તાજેતરમાં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયશનશિપની ફાઈનલમાં મળેલી હાર અંગે કહ્યુ હતુ કે, બેટસમેનોના ખરાબ પ્રદર્શનના કારણે આપણે હાર્યા છેસિનિયર બેટસમેનોએ જવાબદારીપૂર્વક બેટિંગ કરવી પડશે.

Related posts

કન્ફરડેશન કપ : જર્મની અને ચીલી વચ્ચે ફાઇટ ટુ ફિનિશનો તખ્તો તૈયાર કરાયો

aapnugujarat

ધોનીએ વિજય હઝારે ટ્રાફીની ક્વાર્ટર ફાઈનલ રમવાનો ઈન્કાર કર્યો

aapnugujarat

पूजा भट्ट ने शराब छोड़ने की चौथी सालगिरह मनाई

editor

Leave a Comment

URL