Aapnu Gujarat
રમતગમત

આઈપીએલ : આજે બેંગ્લોર-પંજાબ વચ્ચે રોમાંચક જંગ ખેલાશે

બેંગ્લોરમાં આજે હાઈપ્રોફાઇલ ઇન્ડિયન પ્રિમિયરલીગની અતિ મહત્વપૂર્ણ મેચમાં વિરાટ કોહલીના નેતૃત્વમાં બેંગ્લોરની ટીમ કિંગ્સ ઇલેવન પંજાબ સામે ટકરાશે. બેંગ્લોર માટે આ મેચ વધારે મહત્વપૂર્ણ છે. કારણ કે, વિરાટ કોહલી, ડિવિલિયર્સ અને અન્ય ઘણા સ્ટાર ખેલાડીઓની ઉપસ્થિતિ હોવા છતાં બેંગ્લોરને કોલકાતા સામે ચાર વિકેટે હાર થઇ હતી જ્યારે પંજાબે પોતાની પ્રથમ મેચમાં દિલ્હી ડેરડેવિલ્સ ઉપર છ વિકેટે જીત મેળવી હતી. બેંગ્લોરની ટીમ પોતાના નિરાશાજનક દેખાવને ભુલી જઇને જોરદાર દેખાવ કરવા માટે ઇચ્છુક છે. ટીમના તમામ ખેલાડીઓ મેચને લઇને જોરદાર પ્રેક્ટિસ કરી ચુક્યા છે. આવતીકાલની મેચનું પ્રસારણ રાત્રે આઠ વાગ્યાથી કરવામાં આવનાર છે.
અત્રે નોંધનીય છે કે, ગયા શનિવારના દિવસે ઉદ્‌ઘાટન કાર્યક્રમ બાદ ટૂર્નામેન્ટની શરૂઆત થઇ હતી. કુલ ૬૦ ટ્‌વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. ઇન્ડિયન પ્રિમિયર લીગની અન્ય વિશેષતા એ છે કે, આઈપીએલ-૧૧માં ગુજરાતના અનેક ખેલાડી પણ રમી રહ્યા છે. તમામ ૧૦ સ્ટેડિયમ ખાતે પુરતી તૈયારી કરી લેવામાં આવી છે. લીગ તબક્કામાં કુલ ૫૬ મેચો રમાનાર છે. લીગ મેચો સાતમી એપ્રિલથી શરૂ થશે. ટોપની ચાર ટીમો પ્લે ઓફમાં રમનાર છે. આ વખતે અનેક સ્ટાર ખેલાડી હાલમાં ઘાયલ હોવાથી ક્રિકેટ ચાહકો નિરાશ છે. પરંતુ તેમની શરૂઆતની કેટલીક મેચો બાદ વાપસી થનાર છે. કેટલાક ખેલાડી સમગ્ર શ્રેણીમાં પણ રમનાર નથી. આવી સ્થિતીમાં રોમાંચકતા પર માઠી અસર થઇ શકે છે. ખાસ કરીને ઉભરતા સ્ટાર ખેલાડીઓને આઇપીએલના મંચ પર જોરદાર દેખાવ કરીને રાષ્ટ્રીય સ્તર પર ચમકવાની સુવર્ણ તક છે. આઇપીએલ-૧૧માં પણ ટ્‌વેન્ટી વર્લ્ડ કપની જેમ જ ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા મળે તેવી શક્યતા છે. બોલ ટેમ્પરિંગના આરોપમાં દોષિત જાહેર થતા સ્ટીવ સ્મીથ અને ડેવિડ વોરનર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે જેથી બન્ને ખેલાડી એક વર્ષ સુધી રમનાર નથી. આજે રમાનારી મેચનું રાત્રે આઠ વાગ્યાથી પ્રસારણ કરવામાં આવનાર છે. હાલમાં પોઇન્ટ ટેબલમાં ચેન્નાઇ બન્ને મેચો જીતીને પ્રથમ સ્થાન પર છે.

Related posts

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ફોર્મમાં પરત ફરશે વિરાટ કોહલીઃ કપિલ દેવ

aapnugujarat

मेरे साथ जो सलूक हुआ, किसी दूसरे खिलाड़ी के साथ न हो : हरभजन सिंह

aapnugujarat

ઇંગ્લેન્ડ સીરીઝમાં બુમરાહનું પત્તુ કપાશે

editor

Leave a Comment

UA-96247877-1