Aapnu Gujarat
રમતગમત

ઇંગ્લેન્ડ સીરીઝમાં બુમરાહનું પત્તુ કપાશે

ન્યૂઝીલેન્ડની સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબલ્યુટીસી)માં ટીમ ઇન્ડિયાને શરમજનક હારનો સામનો કરવો પડ્યો. મોટા-મોટા ખેલાડીઓના નામથી સજેલી ભારતીય ટીમનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું. તેમાં એક નામ એવું પણ છે જે આ સીરીઝમાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું. જસપ્રીત બુમરાહ. ટીમ ઇન્ડિયાના સ્પેશિયાલિસ્ટ બોલર્સ અને મેચ વિનર બૂમરાહ ન્યૂઝીલેન્ડની સામે ફ્લોપ સાબિત થયો.
જસપ્રીત બુમરાહ ડબલ્યુટીસીમાં ટીમ ઇન્ડિયા માટે કંઇ કમાલ કરી શકયો નહીં. તેણે આ ફાઇનલ મુકાબલામાં બંને ઇનિંગ્સમાં એક પણ વિકેટ લીધી નહીં અને એ પણ ત્યારે જ્યારે પિચ અને હવામાનથી બોલર્સને ઘણી મદદ મળી રહી હતી. હવે આવામાં ૫ મેચોની ટેસ્ટ સીરીઝ માટે ઇંગ્લેન્ડ સામેની મેચમાં તેને પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા મળશે કે કેમ તેને લઇ પ્રશ્નો થવા લાગ્યા છે. કારણ કે ભારતીય ટીમ બીજી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની પહેલી સીરીઝને હારવા માંગશે નહીં. ટીમ ઇન્ડિયાની પાસે જસપ્રીત બુમરાહ માટે વિકલ્પ હાજર છે અને બની શકે કે બુમરાહની જગ્યાએ મોહમ્મદ સિરાઝને ટીમમાં સામેલ કરી શકે છે.
મોહમ્મદ સિરાઝ ટીમ ઇન્ડિયાની સાથે ઇંગ્લેન્ડમાં છે. ડબલ્યુટીસીમાં તેને રમવાની તક મળી નહોતી. પરંતુ હવે અંદાજાે છે કે તે ઇંગ્લેન્ડ સીરીઝમાં રમશે. મોહમ્મદ સિરાઝે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર શાનદાર પ્રદર્શન કર્યું હતું અને તેના ખૂબ વખાણ થયા હતા. સિરાઝની પાસે ગતિ, સ્વિંગ અને સીમ મુવમેન્ટ ત્રણેય વસ્તુ છે. લાલ બોલથી તેનું કૌશલ અલગ જ નિખરીને આવે છે. નવા બોલની સાથો સાથ વચ્ચેની ઓવરોમાં પણ તે વિકેટ નીકાળવાનું દમ ધરાવે છે. સિરાઝે ઓસ્ટ્રેલિયાની સામે ૩ ટેસ્ટ મેચોમાં ૧૬ વિકેટ લીધી હતી અને પોતાની ડેબ્યુ મેચમાં તેણે ૫ વિકેટ લેવાનું કારનામું કર્યું હતું.

Related posts

तोक्यो ओलंपिक टेस्ट टूर्नामेंट : भारतीय महिला हाॅकी की टीम का हुआ एलान

aapnugujarat

राहुल के चयन पर मांजरेकर को श्रीकांत का जवाब-मुंबई के आगे भी सोचो

editor

મેચ ફિક્સિંગનો આરોપ સાબિત થતાં દક્ષિણ આફ્રિકાના લોનવાબો સોત્સોબે પર આઠ વર્ષનો પ્રતિબંધ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1