Aapnu Gujarat
ગુજરાત

રાજ્ય સરકાર પ્રાથમિક સ્કૂલોમાં ૩૩૦૦ શિક્ષકોની ભરતી કરે તેવી સંભાવના

ગુજરાત સરકારે સૌથી મહત્વનો ર્નિણય કર્યો છે. રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં શિક્ષકોની અછત પૂર્ણ કરવા નવો આદેશ જાહેર કરી શકે છે. રાજ્ય સરકાર પ્રાથમિક સ્કૂલોમાં ૩૩૦૦ શિક્ષકોની થશે ભરતી, ધોરણ ૧ થી ૫ માં ૧૩૦૦ શિક્ષકોની થશે ભરતી, ધોરણ ૬ થી ૮ માં ૨૦૦૦ શિક્ષકોની થશે ભરતી.
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર આગામી બે મહિનાની અંદર ભરતી કરશે. સરકાર ધોરણ ૬ થી ૮ માં વિષય પ્રમાણે શિક્ષકોની યોગ્ય લાયકાત મુજબ ભરતી કરશે ગુજરાતી માધ્યમની પ્રાથમિક અને અપર પ્રાયમરી શાળાઓમાં થશે ભરતી.
એક અહેવાલ અનુસાર સમગ્ર દેશમાં શિક્ષકોની દસ લાખ જગ્યાઓ ખાલી છે. આ જ કારણ છે કે પ્રસ્તાવિત નીતિને ટૂંક સમયમાં કેબિનેટની સમક્ષ રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ નીતિ આયોગે પણ શાળાના શિક્ષકોને ચૂંટણી કાર્ય સહિતના બીજા બિન શૈક્ષણિક કાર્યોથી પણ મુક્ત કરવાની સલાહ આપી હતી. જાે કે દિલ્હી જેવા કેટલાક રાજ્યોએ આ અંગે ગંભીરતા દેખાડી શિક્ષકોને બીએલઓ(બૂથ લેલ ઓફિસર)ની જવાબદારીમાંથી મુક્ત કરી દીધા છે. જાે કે આ સિવાયના મોટા ભાગના રાજ્યોમાં શિક્ષકોને બીએલઓની કામગીરી કરવી પડી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં નીતિ આયોગે રાજ્યો પાસેથી આવા શિક્ષકોની માહિતી આપી હતી.
ગુજરાત વિધાનસભાના બજેટ સેશનમાં બેરોજગારી અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. આ સવાલમાં સરકારે જણાવ્યુ કે, રાજ્યમાં ૩,૯૨,૪૧૮ શિક્ષિત બેરોજગાર અને ૨૦,૫૬૬ અર્ધશિક્ષિત બેરોજગાર મળીને કુલ ૪,૧૨,૯૮૫ બેરોજગારો નોંધાયા છે. બે વર્ષમાં ૧,૭૭૭ બેરોજગારોને માત્ર સરકારી નોકરી આપવામાં આવી છે. રાજ્ય સરકારના લાખોને નોકરી આપવાના અને ૧૦ વર્ષીય ભરતી કેલેન્ડર મુજબ ભરતીના દાવાઓ પોકળ સાબિત થયા છે. મહત્વપૂર્ણ છે કે, રાજ્ય સરકારે બજેટમાં ૨૨ લાખ લોકોને રોજગારી આપવાનો પણ દાવો કર્યો છે. ૨ વર્ષમાં રાજ્યમાં મહીસાગર, ખેડા, મોરબી, નર્મદા, નવસારી, ભરૂચ, જૂનાગઢ, અમદાવાદ, સુરત, વડોદરા, કચ્છ, દાહોદ, વલસાડ, તાપી અને ડાંગ મળીને ૧૫ જિલ્લામાં એક પણ સરકારી નોકરી આપવામાં આવી નથી.

Related posts

બિટકોનઈન કાંડ : નલિન કોટડિયા દ્વારા હવાલાથી ટ્રાન્સફર થયેલા ૨૫ લાખ જપ્ત

aapnugujarat

વિજાપુર માર્કેટયાર્ડમાં વડાપ્રધાન મોદીના જન્મદિનની ભવ્ય ઉજવણી

editor

હિંમતનગરની સંજીવની હોસ્પિટલ દ્વારા ગેરકાયદે દબાણ કરાયું

editor

Leave a Comment

UA-96247877-1