Aapnu Gujarat
રાષ્ટ્રીય

મુંબઇ : સેક્સ પાવર દવાનાં ઓવરડોઝથી યુવતીનું મોત

મહારાષ્ટ્રના ભિવન્ડીની એક હોટેલમાં પોતાના પ્રેમીની સાથે આવેલી યુવતિનુ સેક્સ પાવર વધારતી દવાના આવરડોઝના કારણે મોત થતા ભારે સનસનાટી મચી ગઇ છે. આ મામલામાં પોલીસે યુવતિને હોટેલમાં એકલી મુકીને ફરાર થઇ ગયેલા શખ્સની શોધખોળ હાથ ધરી છે. સેક્સ પાવર વધારી દેતી દવા લીધા બાદ યુવતીની હાલત ખરાબ થતા તેને જોઇને ભયભીત થયેલો પ્રેમી હોટેલમાંથી ફરાર થઇ ગયો હતો. હવે શાંતિનગર પોલીસ દ્વારા યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસના કહેવા મુજબ મુંબ્રાના અમૃતનગર સ્થિત રશીદ કમ્પાઉન્ડમાં રહેતી ૨૯ વર્ષીય યુવતી આઠમી એપ્રિલના દિવસે કલ્યાણમાં રહેતા પોતાના પ્રેમીની સાથે ભિવન્ડીની કલ્યાણ નાકા સ્થિત અશોકા હોટેલમાં આવી હતી. અહીં યુવતિએ સેક્સ પાવર વધારી દેતી દવા લીધી હતી.
સેક્સ પાવરને વધારી દેનાર ઇન્જેક્શન લીધા બાદ તેની અસર યુવતિને થવા લાગી હતી. ઓવરડોઝના કારણે તેની હાલત કફોડી બની હતી તેની હાલત ખરાબ થઇ રહી છે તે જોઇને પ્રેમી તેને હોટેલમાં એકલી મુકીને ફરાર થઇ ગયો હતો.
થોડાક સમય બાદ જ્યારે હોટેલના કર્મચારીએ દરવાજો ખોલીને જોયુ ત્યારે તે બેભાન હાલતમાં પડી હતી.
ગંભીર હાલતમાં તેને આઇજીએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી ત્યાં પ્રાથમિક સારવાર દરમિયાનમ તેને ભાન આવતા પોતાની માહિતી આપી હતી. જેથી નામ અને સરનામુ જાણી લેવામાં તબીબો સફળ રહ્યા હતા. જો કે થોડાક સમય બાદ જ તેનુ મોત થયુ હતુ.
યુવતીની સારવાર કરનાર તબીબે આની જાણ શાંતિનગર પોલીસને કર્યા બાદ હવે આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર વિસ્તારમાં આ ઘટનાથી સનસનાટી મચી ગઇ હતી. આ ઘટના તમામ માટે આંખ ખોલનાર તરીકે પણ છે.

Related posts

पाकिस्तानी धमकी के बीच सेना प्रमुख कश्मीर के सीमावर्ती इलाकों में पहुंचे…!

aapnugujarat

EPF खाते में जल्द आएगा PF के ब्याज का पूरा पैसा

editor

હૈદરાબાદમાં નોકરાણી સાથે પોર્ન વિડિયો બનાવનારો ઇસમ ઝડપાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1