Aapnu Gujarat
રાષ્ટ્રીય

હૈદરાબાદમાં નોકરાણી સાથે પોર્ન વિડિયો બનાવનારો ઇસમ ઝડપાયો

પોર્નોગ્રાફી વેબસાઇટમાં પોતાની નોકરાણીની સાથે તૈયાર કરવામાં આવેલી વિડિયો અપલોડ કરનાર આઈટી પ્રોફેશનલની ધરપકડ કરી લેવામાં આવી છે. હૈદરાબાદમાં તેની ધરપકડ કરવામાં આવી ચુકી છે. આરોપી નાગેશ્વર રાવ હૈદરાબાદમાં એક પ્રતિષ્ઠિત સોફ્ટવેર કંપનીમાં કર્મચારી તરીકે છે. નાગેશ્વર ઉપર આક્ષેપ છે કે, તેણે નોકરાણીની સાથે સેક્સ સંબંધોને લઇને વિડિયો રેકોર્ડિંગ કરી હતી અને મોડેથી તેમાંથી એક વિડિયોને પ્રિમિયમ પાર્ટનર બનાવવા માટે વેબસાઇટમાં અપલોડ કરી લીધી હતી. ભોગ બનેલી યુવતીના પુત્રના એક મિત્રએ આ ક્લીપને નિહાળી લીધા બાદ પરિવારના સભ્યોને જાણ કરી હતી. ત્યારબાદ પીડિતાએ પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી જેના આધારે નાગેશ્વરની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, આરોપી પોર્ન વેબસાઇટમાં પ્રિમિયમ મેમ્બર બનવા ઇચ્છુક હતો. આ તેનો એકમાત્ર અને પ્રથમ વિડિયો હતો જે તે ડાઉનલોડ કરીને પોર્ન વેબસાઇટમાં મુકી દીધા બાદ હોબાળો થયો હતો. ઝડપાયેલા પ્રોફેશનલે કહ્યું છે કે, વેબસાઇટમાં પ્રિમિયમ મેમ્બર બનવા માટે એક વિડિયો અપલોડ કરવાની જરૂર હોય છે. વેબસાઇટ ઓનર આના માટે ચુકવણી કરે છે. ત્યારબાદ વિડિયો અપલોડ કરતા રહેવાની સ્થિતિમાં સભ્યોને પોઇન્ટ મળે છે. ફરિયાદ મળી ગયા બાદ પોલીસ આ વિડિયોને દૂર કરવાના પ્રયાસમાં લાગેલી છે. સમગ્ર મામલામાં નાગેશ્વર રાવની પણ પુછપરછ કરવામાં આવી રહી છે. તેની સામે રેપ, આઈટી અને એસસી-એસટી એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. હૈદરાબાદમાં કેસને લઇ ચર્ચા ચાલી રહી છે. નોકરાણી સાથે વિડિયો અપલોડિંગને લઇને વધુ પુછપરછ જારી રહે તેવી શક્યતા છે.

Related posts

પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં સતત ૧૧માં દિને થયેલ ઘટાડો

aapnugujarat

पवित्र सावन माह में इस बार पांच सोमवार रहेंगे

aapnugujarat

केन्द्र ने ई-वे बिल को कुछ महीनो टालने का दिया प्रस्ताव

aapnugujarat

Leave a Comment

UA-96247877-1