Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ઉત્તર કોરિયામાં દુકાળથી કિમ જાેંગની ચિંતામાં વધારો

ઉત્તર કોરિયામાં ભીષણ દુકાળ બાદ હવે આ દેશના તાનાશાહ શાસક કિમ જાેંગ ચિંતામાં છે. દુકાળના કારણે અડધા ઉત્તર કોરિયામાં ભૂખમારા જેવી સ્થિતિ છે ત્યારે પરમાણુ બોમ્બ અને સૈન્ય શક્તિ વધારવાના કિમ જાેંગના મનસૂબા બાજુ પર રહી ગયા છે.તાજેતરમાં જ કિમ જાેંગે કહ્યુ હતુ કે, ઉત્તર કોકરિયા ૧૯૯૪ થી ૯૮ દરમિયાન પડેલા દુકાળ જેવી સ્થિતિનો સામનો કરી રહ્યુ છે.ઉલ્લેખનીય છે કે, તે સમયે ૩૫ લાખ લોકોના દેશમાં મોત થયા હતા.
રિપોર્ટ પ્રમાણે જેમ જેમ ઉત્તર કોરિયામાં અન્ન સંકટ ઘેરુ બની રહ્યુ છે તેમ તેમ કિમ જાેંગ હવે સેના પરથી ફોકસ હટાવીને નાગરિકો પર ધ્યાન આપી રહ્યા છે.
ઉત્તર કોરિયાએ કિમ જાેંગ દ્વારા તેમના પરિવારના મકબરાની મુલાકાતની તસવીરો જાહેર કરી હતી.જેમાં દેખાઈ રહ્યુ હતુ કે, કિમ જાેંગની સાથે પહેલી કતારમાં સામાન્ય કપડા પહેરીને ઉભેલા લોકો નજરે પડી રહ્યા હતા .જ્યારે સેનાની વર્દી પહેરેલા અધિકારીઓ પાછળ હતા.જેમાં ઉત્તર કોરિયાના મિસાઈલ પ્રોગ્રામના પ્રણેતા મનાતા રી પ્યોંગ ચોલ પણ પાછળની કતારમાં હતા.
અમેરિકાની થિન્ક ટેન્કનુ કહેવુ છે કે, આ ફોટોગ્રાફ દર્શાવી રહ્યો છે કે, દેશમાં હાલમાં સેનાને પ્રાથમિકતા નથી અપાઈ રહી.કિમ જાેંગનુ ધ્યાન હાલમાં ઈકોનોમી પર વધારે છે.
આ પહેલા કિમ જાેંગે ઉત્તર કોરિયામાં કોરોના વાયરસને કાબૂમાં કરવાની અધિકારીઓની નિષ્ફળતા પર પણ નારાજગી વ્યક્ત કરી હતી.કોરોના વાયરસને લઈને ઉત્તર કોરિયાએ આજ સુધી પોતાના આંકડા જાહેર નથી કર્યા.

Related posts

उत्तर कोरिया और अमेरिका के बीच युद्ध की संभावना : रिपोर्ट

aapnugujarat

भारतीयों को अमेरिकी हवाईअड्डों पर मिलेगी खास सुपरफास्ट सेवा

aapnugujarat

In contact with India on Kulbhushan Jadhav issue : Pak Foreign office

aapnugujarat

Leave a Comment

UA-96247877-1