Aapnu Gujarat
ગુજરાત

મુખ્યમંત્રી શ્રીના હસ્તે બાળ સેવા સહાય યોજનાનું ઓનલાઇન લોન્ચિંગ

ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના ૧૬ બાળકોને સહાય અર્પણ
માહિતી બ્‍યુરો, સુરેન્‍દ્રનગર દ્વારા મળતી માહિતી મુજબ
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ કોરોના મહામારીમાં માબાપનો આશરો ગુમાવનાર રાજ્યના ૭૭૬ બાળકોને પ્રતિમાસ રૂ. ૪૦૦૦ ની આર્થિક સહાય આપવાની “બાળ સેવા યોજના”નો ઓનલાઈન શુભારંભ કરાવ્યો હતો.
બાળ સેવા સહાય યોજનાના લોન્ચિંગ કાર્યક્રમની રાજ્યવ્યાપી શૃંખલા અન્વયે સુરેન્દ્રનગર ખાતે પણ આ કાર્યક્રમ કલેકટર કચેરી ખાતે યોજાયો હતો
કોરોના મહામારીથી માતા-પિતા ગૂમાવી નિરાધાર બનેલા બાળકોનો આધાર બનવાની સંવેદનશીલતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની સરકારે દર્શાવી છે. આજરોજ કોરોનાથી માતા-પિતાનું અવસાન થતાં નિરાધાર બનેલા, છત્રછાયા ખોઇ ચૂકેલા રાજ્યભરના ૭૭૬ બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત પ્રતિ બાળક દર મહિને રૂ. ૪૦૦૦ની સહાય યોજના અન્વયે ૩૧ લાખ ૪ હજાર રૂપિયા એટ વન કલીક મુખ્યમંત્રીશ્રી એ આ બાળકોના બેંક ખાતામાં જમા કરાવ્યા હતા. આ યોજના અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના ૧૬ બાળકોને સહાય અર્પણ કરાઇ હતી.
સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતેથી નિવાસી અધિક કલેકટરશ્રી એન.ડી.ઝાલા અગ્રણી સર્વશ્રી જગદીશભાઈ મકવાણા, જયેશ પટેલ ડો. નિલેશ ત્રિવેદી તથા જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી અજય મોટકા, પ્રોબેશન અધિકારીશ્રી જયપાલ ચૌહાણ, ચીફ ઓફીસરશ્રી રવિરાજસિંહ ખેર અને લાભાર્થી બાળકો તેમજ વાલીઓ સહીતના વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ કાર્યક્રમમાં જોડાયા હતા.
કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે કલેકટર કચેરી ખાતે ઉપસ્થિત ૮ બાળકોને કીટ એનાયત કરવામાં આવી હતી. આ તકે લાભાર્થી બાળકો અને વાલીઓએ મુખ્યમંત્રીશ્રીની સંવેદનશીલતા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ ૦ થી ૧૮ વર્ષ સુધીની વયના જે બાળકોના માતા-પિતાનું કોરોનાના સમયગાળામાં અવસાન થયું હોય તેવા બાળકોને આવક મર્યાદા ધ્યાનમાં લીધા સિવાય દરમહિને ૪,૦૦૦ની સહાય રાજ્ય સરકાર આપશે જે બાળકને ૧૮ વર્ષ પૂર્ણ થયા પછી પણ અભ્યાસ ચાલુ હશે તેવા બાળકને ર૧ વર્ષ સુધી આફટર કેર યોજનામાં આવરી લઇ મહિને ૬ હજારની સહાય સરકાર આપશે. ઉચ્ચ અભ્યાસ સાથે જોડાયેલા આવા બાળકો યુવક-યુવતિઓને ર૪ વર્ષ કે અભ્યાસના વર્ષ પૂર્ણ થાય તેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી આફટર કેર યોજનામાં પ્રતિમાસ ૬ હજાર રૂપિયા સહાય મળશે.

Related posts

अंबाजी मेले में भक्तों की भारी भीड़ बनी रही

aapnugujarat

चांदखेडा क्षेत्र में महिला ने पति विरूद्ध यातना देने की शिकायत दर्ज करायी

aapnugujarat

રામનાથ કોવિંદ દેશનાં ૧૪માં રાષ્ટ્રપતિ બન્યાં : ભાજપ દ્વારા ભવ્ય આતશાબાજી : કાર્યકરોમાં ખુશીની લહેર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1