Aapnu Gujarat
Uncategorized

અમદાવાદમાં પેટ્રોલ ૯૬.૪૯ રૂપિયા પ્રતિ લીટર થયું

દેશના અનેક રાજ્ય અને મોટા શહેરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત પ્રતિ લીટર ૧૦૦ રૂપિયાને પાર થઈ ગઈ છે. ગુજરાતમાં પેટ્રોલ ડીઝલનો તાજેતરના ભાવની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લીટર ૯૬.૪૯ અને ડીઝલની કિંમત પ્રતિ લીટર ૯૬.૦૩ થઈ છે. અન્ય રાજ્યોમાં જે રીતે ભાવ વધી રહ્યો છે તેને જાેતો લોકોમાં એવો ગણગણાટ શરૂ થયો છે કે બહુ ઝડપથી હવે રાજ્યમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમત સદી ફટકારી દેશે.
જાેકે, આવતા વર્ષે આવી રહેલી વિધાનસભાની ચૂંટણીને લઈને જે રીતે રાજ્ય સરકારે માસ્કનો દંડ ઓછો કરવા માટે પ્રયાસો શરૂ કર્યા છે તેવી રીતે લોકોને ખુશ કરવા પેટ્રોલ-ડીઝલ પર વેટ ઘટાડાની જાહેરાત કરે તો નવાઈ નહીં.શહેરમાં બે મહિનામાં પેટ્રોલની કિંમતમાં અંદાજે ૧૦%નો વધારો થયો છે. દેશના અન્ય શહેરની જેમ અમદાવાદમાં પણ પેટ્રોલ ડીઝલની કિંમત વધી રહી છે. ત્રીજી મેના રોજ અમદાવાદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લીટર રૂપિયા ૮૭.૬૪ હતી. ફેબ્રુઆરીમાં પેટ્રોલની કિંમત રૂ. ૮૪.૦૧ હતી. એપ્રિલમાં રૂ. ૮૭.૮૦ અને મે મહિનામાં કિંમત રૂ. ૯૧.૨૧ પ્રતિ લીટર નોંધાઈ હતી.
જાે છેલ્લા છ મહિનાની સરખામણી કરવામાં આવે તો ગુજરાતમાં પેટ્રોલની કિંમત ૧૫ ટકા વધી છે.રાજ્યમાં ગત એપ્રિલ અને મે મહિના દરમિયાન પેટ્રોલ અને ડીઝના વપરાશમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. માર્ચમાં ૨.૬ કરોડ લીટરની સરખામણીમાં એપ્રિલમાં પેટ્રોલનું વેચાણ ૨.૨ કરોડ લીટર રહ્યું હતું. આ જ રીતે ડીઝલનું વેચાણ ૬.૦૮ કરોડ લીટરમાંથી ૫.૦૫ કરોડ લીટર થયું હતું. માર્ચની સરખામણીમાં એપ્રિલમાં ડીઝલના વેચાણમાં ૧૭% અને મેમાં ૧૮%નો ઘટાડો થયો હતો. પેટ્રોલ-ડીઝલના વપરાશમાં ઘટાડા પાછળનું મુખ્ય કારણ રાજ્યમાં કોરોનાની બીજી ગંભીર લહેરને પગલે મૂકવામાં આવેલા નિયંત્રણો છે. આ દરમિયાન મોટાભાગના લોકો વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા હતા. જેના પગલે પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટી ગયો હતો.ડીઝલમાં સતત થઈ રહેલા ભાવ વધારાને પગલે જીવનજરૂરી વસ્તુઓનો ભાવ વધી રહ્યો છે. કારણ કે ટ્રાન્સપોર્ટેશન વાહનોમાં ડીઝલનો વધારે ઉપયોગ થતો હોય છે. આથી તેની સીધી જ અસર જીવનજરૂરી વસ્તુઓ પર પડે છે. તાજેતરમાં જ ગુજરાતમાં અમૂલ તરફથી આ જ કારણને લીધે દૂધના ભાવમાં વધારો કરાયો છે. આ જ રીતે શાકભાજી અને ફળોના ભાવોમાં પણ વધારો ઝીંકાયો છે.કેન્દ્ર સરકારે નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧માં પેટ્રોલિયમ પ્રોડક્ટ્‌સ પર કસ્ટમ ડ્યુટી અને એક્સાઇઝ ડ્યુટી તરીકે ઈન્ડાયરેક્ટ ટેક્સ રેવન્યૂ તરીકે ૪,૫૧,૫૪૨.૫૬ કરોડની કમાણી કરી છે. જે ગત વર્ષની સરખામણીએ લગભગ ૫૬.૫ ટકા વધારે છે.

Related posts

ભાવનગર શહેરનું વિક્ટોરિયા પાર્ક આજથી શહેરીજનો માટે ખુલ્લું મુકાયું

editor

કાર્તિક આર્યન સાથે સારા રોમાંસ કરતી દેખાશે

aapnugujarat

જુનાગઢમાં મંદિરના મહંતની કરપીણ હત્યાથી સનસનાટી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1