Aapnu Gujarat
ગુજરાત

ગેરકાયદેસર હથિયાર સાથે એક શખ્સ ઝડપાયો

સન્ની વાઘેલા , સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જીલ્લામાં ગેરકાયદેસર હથિયારોની વેપલો સામાન્ય બન્યો છે ત્યારે હાલમા જ જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હથીયાર વેપાર સાથે સંકળાયેલા કેટલાક શખ્સોને ઝડપી પાડ્યા હતા તેવામાં સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા દ્વારા અન્ય પોલીસ સ્ટેશનના વિસ્તારમા ગેરકાયદેસર હથીયારો રાખનાર અથવા વેચાણ કરનાર પર કાયદેસર કાયઁવાહી હાથ ધરવા આદેશ કયોઁ હતો તેવામાં ગત મોડી રાત્રે પાટડી તાલુકાના ઝીંઝુવાડા ખાતે રોડ પર સ્થાનિક પોલીસ નાઇટ પેટ્રોલીંગમાં હતા તેવા સમયે બાતમીના આધારે શંકાસ્પદ શખ્સને રોડ પર ઉભા રખાવી તપાસ કરતા તેની પાસેથી દેશી હાથ બનાવટનુ હથીયાર મળી આવેલ જેથી આ શખ્સનું નામ પુછતા પોતે ભોલાભાઇ લાખાભાઇ ઠાકોર ગામ વિસનગર માત્ર હોવાનુ જણાવતા આ શખ્સ પાસે હથીયાર ક્યાથી આવ્યુ તથા હથીયાર સાથે તેને ફરિયાદો શુ હતો જેવી અનેક પુછપરછ કરવા માટે પોલીસ સ્ટેશને લઇ જઇ ઝીંઝુવાડા પોલીસે કાયદેસર કાયઁવાહી હાથ ધરી હતી.

Related posts

તેમના એજન્ડામાં શું છે તે અંગે ખુલાસો કરવા રાહુલને પડકાર અમિત શાહ

aapnugujarat

હાથમાંથી મોબાઇલ ઝુંટવી જતા બે યુવક પકડાયા

aapnugujarat

गुजरात सरकार दूधारू गायों में जीपीएस चिप लगाएगी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1