Aapnu Gujarat
ગુજરાત

ધ્રાંગધ્રા સરકારી આયુર્વેદિક હોસ્પીટલ બની આશીર્વાદ સમાન

સન્ની વાઘેલા, ધ્રાંગધ્રા

આપણા દેશની સંસ્કૃતિ ગ્રંથ આધારીત છે જેમા પૌરાણીક ગ્રંથોમાં જણાવ્યા અનુસાર વષોઁ પહેલા જ્યારે લોકો બિમાર પડતા ત્યારે આયુઁવૈદિકનો ઉપચાર કરવા આવતો હોવાનું આ ગ્રંથોમાં ઉલ્લેખ કરાતો છે. તે સમયે લોકોનું સ્વાસ્થ્ય પણ તંદુરસ્ત રહેતુ હતુ જેનુ મુખ્ય કારણ આયુઁવેદ હોવાનું જણાવાય છે. પરંતુ હાલ હરણફાળ યુગમાં આયુઁવૈદિકનો ઉપચાર લગભગ ઓછો થઇ ચુક્યો છે. જેથી લોકોને સમયના અભાવે ઝડપી તંદુરસ્ત થવુ સહેલુ લાગે છે પરંતુ આ ઝડપી તંદુરસ્ત માત્ર થોડો સમય માટેની અથવા તો અન્ય સાઇડ ઇફેક્ટ નોતરે છે. તેવામા ધ્રાંગધ્રા શહેરમા આવેલા સરકારી આયુઁવૈદિક હોસ્પીટલ ખાતે હજુ પણ અનેક સ્થાનિક લોકો પોતાની બિમારીનું નિદાન કરાવવાની સાથે અહિ સારવાર પણ લઇ રહ્યા છે જોકે અહિ એવા કેટલાક ઉદાહરણ છે જે દદીઁઓને ગંભીર બિમારી જેને અન્ય MBBS ડોક્ટરો દ્વારા ઓપરેશન સહિતની સલાહ આપેલ તેવી બિમારી માત્ર થોડો સમય આયુઁવૈદિક ઉપચારથી સદંતર મુક્તી મળી છે. અહિ ચામડીના રોગો, સાંધાના વા, પથરી સહિતના એવા કેટલાક રોગોથી લોકોને છુટકારો મળ્યો હોવાના દાખલા હયાત છે. જ્યારે આવા અનેક લોકો પોતાના પરિવરજનોને પણ આયુઁવેદિક અપનાવવાની સલાહ આપે છે જોકે ધ્રાંગધ્રા પંથકના સ્થાનિક પણ આયુઁવૈદિક હોસ્પીટલ તરફે પોતાની બિમારી માથી મુક્તી મેળવવા આયુઁવેદિક ઉપચાર તરફે વળી રહ્યા છે.

Related posts

વીએસને બચાવવા કોંગ્રેસના દેખાવો-રોડ ચક્કાજામ

aapnugujarat

પાવાગઢમાં વરસતા વરસાદ વચ્ચે ભક્તોનું ઘોડાપુર

aapnugujarat

મીઠાખળી અંડરપાસ છ મહિના માટે બંધ કરી દેવાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1