Aapnu Gujarat
ગુજરાત

પાવાગઢમાં વરસતા વરસાદ વચ્ચે ભક્તોનું ઘોડાપુર

પાવાગઢમાં ભક્તોનુ ઘોડાપુર ઉમટી પડ્યુ હતું. વહેલી સવારથી જ ભક્તોની ભીડ પાવાગઢમાં ઉમટવી શરુ થઈ હતી. વહેલી સવારથી પંચમહાલ સહિત આસપાસના જિલ્લાઓમાં વાતાવરણ વરસાદી અને ભારે પવન ભર્યો હવા વચ્ચે ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. રવિવાર હોવા સાથે જેઠ માસની પૂર્ણિમાં હોવાને લઈ ભક્તોની ભીડ મોટી સંખ્યામાં ઉમટી હતી. પાવાગઢમાં દર્શન કરવા માટે લગભગ એક લાખ જેટલા ભક્તો બપોર સુધીમાં ઉમટી પડ્યા હતા.
પંચમહાલ જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યુ હતુ. આમ છતાં પણ ભક્તો પણ શ્રદ્ધા પુર્વક દર્શન કરવા માટે મોટી સંખ્યામાં પાવાગઢ પહોંચ્યા હતા. વહેલી સવારથી જ ભક્તો પાવાગઢના માર્ગ પર મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા હતા. પાવાગઢ મંદિર પરીસરમાં ભરચક ભીડનો માહોલ રવિવારે દિવસભર જોવા મળ્યો છે.
વરસાદી માહોલ વચ્ચે પણ ભક્તો માના દર્શન કરવા માટે મંદીર તરફ આગળ વધ્યા હતા અને પગથીયાઓ પર પગ ના મુકી શકાય એટલી ભીડ જામી હતી.

Related posts

વિરમગામ શહેરમાં બર્થ ટ્રી પ્રોજેક્ટ અંતર્ગત યુવા શક્તિ ગ્રુપ દ્રારા વૃક્ષારોપણ કરવામાં આવ્યુ

aapnugujarat

છત્રાલા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

aapnugujarat

नारणपुरा की बैंक ऑफ बडौदा में बुजुर्ग के साथ धोखाधड़ी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1