Aapnu Gujarat
ગુજરાત

વીએસને બચાવવા કોંગ્રેસના દેખાવો-રોડ ચક્કાજામ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શહેરની વી.એસ.હોસ્પિટલને કથિત ખાનગીકરણના વિરોધમાં અને વીએસ હોસ્પિટલને બચાવવાની માંગણી સાથે આજે વિપક્ષ કોંગ્રેસ દ્વારા આજે દાણાપીઠ સ્થિત મ્યુનિસિપલ કચેરી ખાતે ઉગ્ર દેખાવો અને વિશાળ ધરણાં યોજવામાં આવ્યા હતા. પ્રદેશ કોંગ્રેસના આગેવાનો, અમ્યુકો વિપક્ષ કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં આ વિરોધ કાર્યક્રમમાં જોડાયા હતા. કોંગ્રેસ દ્વારા વીએસ હોસ્પિટલના કથિત ખાનગીકરણના વિરોધમાં ભાજપની વિરૂધ્ધમાં જોરદાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો દ્વારા વીએસ હોસ્પિટલને બચાવો, ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓની સેવામાં કાપ ના મૂકો, ગરીબ દર્દીઓની ૧૧૫૫ પથારીઓમાં ઘટાડો ના કરો સહિતની માંગણીઓ સાથેના પ્લે કાર્ડ, બેનરો અને સૂત્રો લખેલા બોર્ડ દર્શાવી ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો, રોડ ચક્કાજામ કરવામાં આવ્યો હતો. જેને લઇ અમ્યુકોનું રાજકારણ વીએસ હોસ્પિટલને લઇ ફરી એકવાર ગરમાયું હતું. કોંગ્રેસના પ્રતિનિધિમંડળે જોરદાર સૂત્રોચ્ચાર સાથે મેયર અને મ્યુનિસિપલ કમિશનરને વીએસ હોસ્પિટલ બચાવવા અને ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓની વિનામૂલ્યે સેવા ચાલુ રાખવાની માંગણી સાથેનું આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. વીએસ હોસ્પિટલને બચાવવાની માંગણી સાથે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા, અમ્યુકો વિપક્ષ કોંગ્રેસના નેતા દિનેશ શર્મા, પૂર્વ નેતા સુરેન્દ્ર બક્ષી, ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, ઇમરાન ખેડાવાલ, બદરૂદ્દીન શેખ સહિતના અનેક કોંગી નેતાઓ અને કાર્યકરો મ્યુનિસિપલ કચેરી ખાતે જ ધરણાં નાંખી બેસી ગયા હતા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજયા હતા. કોંગી નેતાઓએ જણાવ્યું હતું કે, વી.એસ.હોસ્પિટલને હાઇટેક અને અદ્યતન બનાવવાના ષડયંત્રમાં વાસ્તવમાં ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ અને તેમના સગાવ્હાલા માટે આશીર્વાદસમાન એવી આ હોસ્પિટલના બે ભાગલા પાડવા શાસક પક્ષ પ્રયાસ કરી રહ્યું છે. વીએસ હોસ્પિટલની મૂળ ૧૧૫૫ પથારીઓની ક્ષમતામાં ઘટાડો કરી ૫૦૦ પથારી કરવાનો નિર્ણય કરાયો છે, જેના કારણ ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ અને તેમના સગાવ્હાલાને સહન કરવાનું આવશે. એટલું જ નહી, સરકાર અને શાસક પક્ષ ભાજપના સત્તાવાળાઓ વીએસ હોસ્પિટલના વિસ્તરણ અને નવી હાઇટેક હોસ્પિટલના ઓઠા હેઠળ વાસ્તવમાં આ પ્રાચીન હોસ્પિટલનું ખાનગીકરણ કરી રહ્યા છે, જે કોઇપણ ભોગે સાંખી નહી લેવાય. આજના દેખાવો અને ધરણાંના કાર્યક્રમો દરમ્યાન મહિલા કોંગ્રેસી કાર્યકરો પણ ખૂબ મોટી સંખ્યામાં જોડાઇ હતી. તાજેતરમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં અમ્યુકો વિપક્ષ કોંગ્રેસ દ્વારા વીએસ હોસ્પિટલને હાઇટેક બનાવવાના ઓઠા હેઠળ ખાનગીકરણ કરી દેવાની હિલચાલને લઇ જોરદાર હોબાળો મચાવાયો હતો અને શાસક પક્ષ ભાજપ અને રાજય સરકારના વીએસ હોસ્પિટલના પાછલા બારણે ખાનગીકરણ કરવાના પ્રયાસનો જબરદસ્ત વિરોધ કર્યો હતો. અમ્યુકો વિપક્ષ કોંગ્રેસના નેતા દિનેશ શર્મા, પૂર્વ નેતા સુરેન્દ્ર બક્ષી, બદરૂદ્દીન શેખ અને હસન લાલા સહિતના અગ્રણીઓએ સામાન્ય સભામાં જોરદાર વિરોધ પ્રદર્શન કર્યા હતા. ત્યારબાદ આજે કોંગ્રેસે ફરી એકવાર ધરણાં-દેખાવો, સૂત્રોચ્ચાર દ્વારા મ્યુનિસિપલ કચેરી ગજવી હતી. કોંગ્રેસના નેતાઓએ આજે વીએસ હોસ્પિટલને બચાવવા જરૂર પડયે ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

Related posts

राइड टूटने के मामले में पूर्व कॉर्पोरेटर के भाई, पुत्र सहित ६ लोगों के विरूद्ध शिकायत

aapnugujarat

વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ સહિત સમાજના વિવિધ વર્ગોને જોડાવા વડોદરા કલેકટરશ્રીનો અનુરોધ

aapnugujarat

पुलिस ने वांटेड आरोपियों को गिरफ्तार किया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1