Aapnu Gujarat
ગુજરાત

વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ સહિત સમાજના વિવિધ વર્ગોને જોડાવા વડોદરા કલેકટરશ્રીનો અનુરોધ

ત્રીજા વિશ્વ યોગ દિવસ-૨૧મી જૂન-૨૦૧૭ની ઉજવણી કાર્યક્રમના સુચારૂ આયોજન માટે વડોદરા ખાતે જિલ્લા કલેકટર પી. ભારતીના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. આ બેઠકમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી માટેની રૂપરેખા ઘડવામાં આવી હતી.

વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે નાગરિકોને સપરિવાર યોગાભ્યાસમાં જોડાવા, સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ-પદાધિકારીઓ તેમજ જિલ્લાની સામાજિક અને સેવાભાવી સંસ્થાઓ, વેપાર અને વાણિજ્ય સંસ્થાઓ, હોસ્પિટલો, મેડીકલ એસોસીએશન, લાયન્સ કલબ, રોટરી કલબ વિગેરે સંસ્થાઓને વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સામેલ થવા જિલ્લા કલેકટર પી.ભારતીએ અનુરોધ કર્યો છે. કલેકટરશ્રીએ વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં જિલ્લા ઔદ્યોગિક ગૃહો, ટાઉનશીપો, સમાજ સુરક્ષા હસ્તકના નારી સંરક્ષણ ગૃહો, ચિલ્ડ્રન હોમ, જિલ્લાની વિવિધ સહકારી સંસ્થાઓને સામેલ કરવા સબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી. કલેકટરશ્રીએ જણાવ્યુ કે, વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિતે તા.૧૩ જુન સુધી યોગ નિષ્ણાતોને તાલીમ આપવામાં આવશે. જ્યારે તા.૧૪થી ૨૦ દરમિયાન તાલીમબધ્ધ યોગ નિષ્ણાતો વિવિધ સ્થળોએ નાગરિકોને આયુષના નિર્ધારીત પ્રોટોકોલ મુજબ યોગાભ્યાસ કરાવશે. કલેકટરશ્રીએ યોગ દિન ઉજવણીમાં સમાજની ત્રણ પેઢીને સામેલ કરવા સુચારૂ આયોજન ઘડી કાઢવા જણાવ્યુ હતું.

વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા કક્ષાએ ૫ કેન્દ્રો, તાલુકા કક્ષાએ ૨ કેન્દ્રો, નગરપાલિકાઓ ખાતે ૨ કેન્દ્રો, દરેક ગ્રામ પંચાયત ખાતે તેમજ જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓ ખાતેના કેન્દ્રો ઉપર યોગ શિબિર યોજાશે.

વડોદરા ખાતે મુખ્ય કાર્યક્રમ સમા સ્પોર્ટસ સંકુલ ખાતે તેમજ વડોદરા મહાનગરપાલિકાના ૧૨ વોર્ડ દીઠ દરેક વોર્ડમાં યોગ શિબિર યોજવાનું આયોજન કરવામાં આવ્યુ છે.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સફળ અને અસરકારક ઉજવણી માટે ભારત સરકારના આરોગ્ય ખાતાના આયુષ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ રૂપરેખા મુજબ ૪૫ મિનિટની યોગ ક્રિયાઓના પ્રશિક્ષિત યોગશાસ્ત્રીઓના માર્ગદર્શન હેઠળ લોકોને સમુહમાં યોગાભ્યાસ કરાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ભારતના આ વૈદિક વારસા અંગે વિશ્વવ્યાપી જાગૃતિ કેળવવાના હેતુસર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની વિધેયાત્મક રજૂઆતને અનુલક્ષીને યુનાઇટેડ નેશનલ ઓર્ગેનાઇઝેશન-યુનો એ ૨૧મી જુનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કર્યો છે. ગત વર્ષે વિશ્વ યોગ દિવસ ૨૧મી જૂન-૨૦૧૬ની ઉજવણી કાર્યક્રમમાં વડોદરા જિલ્લાના આશરે ૭ લાખ લોકોએ યોગાભ્યાસ કર્યો હતો.

આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર શ્રી દવે, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી રત્નુ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી પટેલ, આર્ટ ઓફ લીવીંગ, પતંજલી યોગ કેન્દ્ર, રામકૃષ્ણ મિશન, બ્રહ્માકુમારીઝ, ગાયત્રી પરિવાર વિગેરે સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહયા હતા.

Related posts

गुजरात कृषि क्षेत्र में सबसे ज्यादा बिजली आपूर्ति उपलब्ध कराता है

aapnugujarat

ભાજપ સંકલ્પપત્રને લઇ ફરિયાદ કરવાની તૈયારી

aapnugujarat

રાજપીપલા આઇટીઆઇ ખાતે GST ને લગતા ૧૦૦ કલાકના તાલીમી અભ્યાસક્રમનો આજથી થયેલો પ્રારંભ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1